દીવમાં પ્રંચડ મોજામાં ફસાયો પરિવાર જુઓ વીડિયો.. - junagadh
જૂનાગઢ : સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો.વાયુ વાવાઝોડાની ચેતવણી હોવા છતાં દીવમાં પ્રવાસીઓ જોખમી દર્શન કરવામાં આવ્યા હતા. ગંગેશ્વર મહાદેવના દર્શન કરતી વખતે આવેલા એક પ્રચંડ મોજમાં એક આખો પરિવાર તણાયો હતો. પરંતુ સદનસીબે તમામનો બચાવ થયો હતો.
દીવમાં પ્રંચડ મોજામાં ફસાયો પરિવાર જુઓ વીડિયો..
વાયુ વાવાઝોડાને લઈને છેલ્લા બે દિવસથી દીવમાં હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી.હવામાન વિભાગ અને દીવ પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ ચેતવણીને અવગણીને ગંગેશ્વર મહાદેવના જોખમી દર્શન કરવા ગયા હતા. ત્યારે અચાનક આવેલા દરિયાના એક પ્રચંડ મોજમાં આખો પરિવાર ફસાયો હતો, પરંતુ પરિવારના એક પણ સભ્યને કોઈ નુકશાન પહોચ્યું ન હતું.