કોરોના સામેની લડાઈમાં હવે ધર્મયુદ્ધ પણ જોડાયું, 108 દિવસ સુધી ચાલશે હનુમાન ચાલીસાના પાઠ
દત્ત અને દાતારની ભૂમિમાં કોરોના સામે ધર્મયુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. ભવનાથમાં આવેલી લક્ષ્મણ ટેકરીની જગ્યામાં આગામી એકસો આઠ દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક અંતર રાખીને પંડિતો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવી રહ્યું છે
કોરોના સામેની લડાઈમાં હવે ધર્મયુદ્ધ પણ જોડાયુ
જૂનાગઢ : દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં કોરોના સંક્રમિત કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બન્ને સંક્રમિત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં હવે કોઇ વધારો ન થાય તેને લઈને ભવનાથમાં આવેલી લક્ષ્મણ ટેકરીની જગ્યામાં ધર્મ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે.