ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્ર સુખી ત્યાં પ્રજા દુ:ખી, જૂનાગઢમાં ચેકડેમ યોજના માત્ર શોભાના ગાંઠીયા સમાન

જૂનાગઢઃ રાજ્યમાં હાલ ચોમાસુ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ચેક ડેમની હાલત કેટલાક વિસ્તારોમાં સારી, મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ખરાબ જોવા મળી રહી છે. જોવામાં આવે તો હાલ ડેમોમાં ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી.

ચેકડેમોની યોજના માત્ર શોભાના ગાંઠીયા સમાન

By

Published : Jun 11, 2019, 9:29 AM IST

ચોમાસાને આડે હવે ગણતરીના જ દિવસો છે. વરસાદ દ્વારા પડતુ પાણી મોટા ડેમોથી લઈને નદી, તળાવો અને ત્યારબાદ ચેકડેમોમાં આવા પાણીનો સંગ્રહ થતો હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં આવેલા મોટાભાગના ચેકડેમોની હાલત અતિ ખરાબ છે. કેટલાક ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેવી હાલતમાં છે તો કેટલાક ચેકડેમો માત્ર સરકારી રૂપિયા ખર્ચવા માટે જ બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ચેકડેમની યોજના માત્ર શોભાના ગાંઠીયા સમાન
ચોમાસાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં ચેકડેમોનું નિર્માણ છેલ્લા કેટલાંક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન પડતા વરસાદનું પાણી ચેકડેમોમાં સંગ્રહ થતા પાણીના સંગ્રહનું પ્રમાણ વધવાની સાથે જમીનના તળ ઊંચા આવે તેવા ઉદ્દેશ સાથે ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ, જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગના ચેકડેમો હાલ ખરાબ અને નાદુરસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પંચાયત રેવન્યુ અને વન વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં ચેકડેમોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વનવિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલા ચેકડેમોની હાલત પંચાયત અને રેવન્યુ દ્વારા કરવામાં આવેલા ચેકડેમો કરતા થોડ અંશે સારી જોવા મળી રહી છે. પરંતુ, પંચાયત અને મહેસૂલ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલા ચેકડેમો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ચેકડેમોને જે ઉદ્દેશ સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું તે ઉદ્દેશ આજે ધૂળમાં મળી રહી હોય તેવુ જોવા મળી રહ્યું છે.દિનપ્રતિદિન પાણીની વધતી જતી માગ અને વરસાદના પ્રમાણમાં જોવા મળતો ઘટાડો પાણીના સ્ટોરેજ અને પાણીની પૂરતી જરૂરિયાત સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ત્યારે નદીના પટમાં અથવા જ્યાંથી ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વહેતો હોય તેવી જગ્યા પર ચેકડેમોનું નિર્માણ કરીને જમીન પર જેટલું બને તેટલું વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે યોજનાઓ બનાવવામાં આવી હતી. પરંતુ ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી નહીં કરવામાં આવતા આવા ચેકડેમો હાલમાં ખરાબ હાલતમા જોવા મળી રહ્યા છે. ચેકડેમો પહેલા બોરીબંધની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તે યોજના સફળ ન જતા તેના સ્થાને ચેકડેમ યોજના અમલમાં મુકવામાં આવી પરંતુ આ યોજના પણ બોરી બંધની યોજના માફક ધૂળમાં મળી રહી છે. જેના કારણે પ્રજાના પૈસા ગેરવ્યાજબી જઇ રહ્યા હોવાનું ખેડૂતો સરકાર અને જવાબદાર અધિકારીઓ સામે આક્ષેપ કરી રહ્યા છે.ચેકડેમોની યોજના ખેડૂતોથી લઈને તમામ માટે એક આશાનું કિરણ હતી. ચોમાસા દરમિયાન વરસાદના વહી જતા પાણીને રોકવા માટેનો આ શ્રેષ્ઠ સરળ અને ઓછા ખર્ચે પહોંચી શકાય તેવો વિકલ્પ હતો. પરંતુ, આરંભે સૂરા તેમ ચેકડેમોનું નિર્માણ કર્યા બાદ તેનો રખરખાવ અને વખતો વખત તેને ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં નહીં આવતા આજે ચેક ડેમો હવે શોભાના ગાંઠિયા બની રહ્યા છે. આગામી ચોમાસા દરમિયાન આવા ચેકડેમોમાં કેવું અને કેટલું પાણી સંગ્રહ થશે તે ચેકડેમોની હાલત જોતા સૌ જાણી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details