ગુજરાત

gujarat

ETV Bharat / state

વંથલી કેશોદ માર્ગ પર યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર - junagadh latest crime news

જૂનાગઢ જિલ્લાના વંથલી કેશોદ માર્ગ પર યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વંથલીથી કેશોદ જતા માર્ગ પર પેટ્રોલ પંપ નજીક બાઇક પર જઇ રહેલા યુવક અને યુવતીની તિક્ષ્ણ હથિયારોથી ઈજા થયેલી હાલતમાં મૃતદેહ માર્ગ પર પડેલો જોવા મળતા વંથલી પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વંથલી કેશોદ માર્ગ પર યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર
વંથલી કેશોદ માર્ગ પર યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર

By

Published : May 27, 2020, 8:51 PM IST

જૂનાગઢઃ લોકડાઉન દરમિયાન સાંજના ૭ વાગ્યા બાદ કર્ફ્યુનો અમલ ચાલી રહ્યો છે. ત્યારે આ સમયે યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વંથલી પંથકમાં ચકચાર મચી ગયો હતો. યુવક અને યુવતીના મૃતદેહને નજીક એક બાઇક અને તેનો સામાન પણ વેર વિખેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ અકસ્માત કે ઈરાદા પુર્વક કરવામાં આવેલી હત્યા છે, તેને લઈને વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી કેશોદ માર્ગ પર યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર

ABOUT THE AUTHOR

...view details