જૂનાગઢઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ તેમના સહ પરિવાર સાથે 19મી ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના(Dilip Joshi visit Somnath Mahadev) દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દિલીપ જોશી તેમના પરિવાર સાથે અનેક વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા (Dilip Joshi and family) માટે અગાઉ પણ આવી ચૂક્યા છે, ત્યારે રવિવારે દિલીપ જોષી અને તેમના પત્ની સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દિલીપ જોષી અને તેમના પત્નીને મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માનિત પણ કર્યા હતા.
જેઠાલાલ સોમનાથ મહાદેવના દર્શને દીકરીને સાસરે વળાવ્યા બાદ જેઠાલાલ સોમનાથ મહાદેવના દર્શને
થોડા દિવસો પહેલા દિલીપ જોષીની દિકરીના લગ્નનો(Marriage of Dilip Joshi daughter) પ્રસંગ પુરો થયો હતો. દીકરીની વિદાય બાદ દિલીપ જોષી અને તેમના પત્ની સોમનાથ યાત્રાએ આવ્યા હતા. જોષી દંપતીએ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરીને સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દિલીપ જોષી(Tarak Mehta ka Ooltah Chashmah artist visit Somnath Temple) અને તેમનો પરિવાર સોમનાથ મહાદેવમાં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે, અગાઉ પણ દિલીપ જોષી સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના(Jethalal Somnath Mahadev visit) દર્શન કરી ચૂકયા છે ત્યારે તેમની ગઈકાલની મુલાકાત દીકરીના લગ્ન અને દીકરીને વિદાય કર્યા બાદ જેઠાલાલ સોમનાથ દાદાના ચરણોમાં શીશ(Tarak Mehta ka Ooltah Chashmah team at Somnath Temple) ઝુકાવવા માટે આવ્યા હતા.
આ પણ વાંચોઃ ઓ મા માતાજી... 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા આને કરી રહી છે ડેટ! નામ જાણી જેઠાલાલને આવશે ગુસ્સો
આ પણ વાંચોઃ 'તારક મહેતા...' સિરીયલને 13 વર્ષ થયા પૂર્ણ, સિરીયલની ટીમે કરી ઉજવણી