લગ્નને એક વર્ષ થતાં જ નોંધાવી ફરિયાદ જૂનાગઢપરિણીતાઓને સાસરિયા તરફથી ત્રાસ મળવો એ અત્યારે સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે જૂનાગઢમાં. અહીં એક પરિણીતાને તેનો પતિ (Women files police complaint against husband), સાસુ સસરા, જેઠ અને જેઠાણી માનસિક ત્રાસ (Mental and physical torture) આપતા હોવાનું સામે આવ્યું છે. તેને લઈને પરિણીતાએ મુંબઈમાં રહેતા સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં (Junagadh Women Police) ફરિયાદ નોંધાવી છે.
લગ્નને એક વર્ષ થતાં જ નોંધાવી ફરિયાદઆ અંગે મળતી માહિતી અનુસાર, જૂનાગઢ પોલીસે (Junagadh Women Police) મુંબઈ રહેતા કુણાલ ઉધરેજિયા અને તેના પરિવાર સામે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. 14 ડિસેમ્બર 2021માં જુનાગઢની સુરભી ઉધરેજીયાના મુંબઈ સ્થિત કુણાલ ઉધરેજિયા સાથે લગ્ન થયા હતા. લગ્નને આજે એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે પરણીતાએ પતિ (Women files police complaint against husband) સહિત સાસુ સસરા, જેઠ જેઠાણી અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ (Mental and physical torture) આપ્યાની ફરિયાદ દાખલ કરી છે.
પરિણીતાના પતિના ભાભી સાથે અનૈતિક સંબંધ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ કુણાલ ઉધરેજિયાના તેની ભાભી સાથેના અનૈતિક સંબંધો છે. તેમ જ તેની ભાભીની બહેન સાથે કુણાલના લગ્ન કરાવવા માગે છે. એટલે તેને લઈને તેઓ મને માનસિક ત્રાસ (Mental and physical torture) આપતા હતા. તેના જ કારણે ચાર મહિનાના ગર્ભનો ગર્ભપાત થઈ ગયો હતો. મારા સાસરિયાઓએ મારું મોઢું કાળું કરીને જીભ પર ડામ આપ્યો હતો. તેમ જ માતાજીની ગુનેગાર છે તેવું કહી તેવો આળ (superstition victim woman) લગાવીને મોઢામાં બૂટ મૂક્યું હતું. ત્યારબાદ માતાજીના મઢના આંટા ફેરવ્યા હતા.
પોલીસે શરૂ કરી તપાસ જૂનાગઢની પરિણીતા સુરભી ઉધરેજિયાએ તેના પતિ (Women files police complaint against husband) કુણાલ ઉધરેજીયા, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (Junagadh Women Police) આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અંધશ્રદ્ધાના કારણે (superstition victim woman files complaint) તેમને માનસિક ત્રાસ અપાતો (Mental and physical torture) હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ પરિણીતાએ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.