ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના પર્યટન પ્રધાને જૂનાગઢની મુલાકાત કરી - GUJARATI NEWS

જૂનાગઢ: પર્યટન પ્રધાન જવાહર ચાવડા સોમવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જેમાં ગિરિ તળેટીમાં દામોદર કુંડ નજીક બિરાજતા રાધા રમણ દેવના દર્શન કર્યા હતા.

hd

By

Published : Jun 18, 2019, 3:24 AM IST

પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ રાધા રમન મંદિરમાં આયોજિત મનોરથમાં ભાગ લઈને રાધા રમન દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પર્યટન પ્રધાન જવાહર ચાવડા સોમવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જેમાં ગિરિ તળેટીમાં દામોદર કુંડ નજીક બિરાજતા રાધા રમણ દેવના દર્શન કર્યા હતા.

રાજ્યના પર્યટન પ્રધાન જૂનાગઢની મુલાકાતે

સોમવારે જોગાનુજોગ મંદિરમાં કેરીનો મનોરથ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રધાન જવાહર ચાવડાએ ભાગ લઈને મનોરથના પણ દર્શન કર્યા હતા. જવાહર ચાવડા પર્યટન વિભાગના પ્રધાન છે ત્યારે ગિરી તળેટીમાં આવતા ધાર્મિક સ્થાનો પણ તેમના વિભાગ અંતર્ગત આવે છે. જેને લઈને જવાહર ચાવડાની ગિરી તળેટીની મૂલાંકત આગામી સમયમાં હાથ ધરવામાં આવી રહેલા વિકાસના કામોને લઈને પણ ચૂચક માનવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details