પંચાળા ઘનશ્યામ સ્વામી સંત સાહિત્યના સંશોધક અને લેખક નાથાલાલ ગોહિલના હસ્તે ભારત વિકાસ પરિષદ શાખાનો દિપપ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.દિપપ્રાગટ્ય બાદ સમુહ રાષ્ટ્રગીત આમંત્રિત મહેમાનો હોદેદારોનું કુમ કુમ તિલક કરી પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભારત વિકાસ પરિષદ વિશે શાખાના કાર્ય અને ઉદેશ્ય બાબતે તજજ્ઞોએ માહીતગાર કર્યા હતા.
કેશોદમાં સમાજના સર્વાંગી વિકાસ માટે ભારત વિકાસ પરિષદ શાખાનો શુભારંભ
જૂનાગઢઃ ભારત વિકાસ પરિષદ સમાજના જુદા-જુદા વ્યવસાયો અને વીભીન્ન ક્ષેત્રોમાં કામ કરતા ઉત્તમ લોકોનું બિન રાજકીય નિ:સ્વાર્થ સમાજ સેવી સાંસ્કૃતિક પારાવારીક રાષ્ટ્રીય સંગઠન છે. જેની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. ભારત વિકાસ પરિષદ શાખાનો શુભારંભ નવા વરણી થયેલા હોદેદારો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
કેશોદમાં સમાજના સર્વાંગી વિકાસ માટે ભારત વિકાસ પરિષદ શાખાનો શુભારંભ
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખામાં ડો. સ્નેહલ તન્ના મહાવિરસિંહ જાડેજા, ભગવાનજી દેવળીયા, હરસુખભાઈ સિદ્ધપુરા, જગમાલભાઈ નંદાણિયા અને દિનેશભાઈ કાનાબાર સહીતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમ પુર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ હોદેદારો આમંત્રિત મહેમાનોએજલારામ મંદિરે સમુહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.