એશિયાના સૌથી મોટા ગિરનાર પર્વત પર રોપ-વેનું કામ બન્યું ઝડપી - JUNAGADH
જૂનાગઢ: ગિરનારમાં બની રહેલા એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ભવનાથ તળેટી નજીક રોપ-વેના પ્રથમ ફિલ્ડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.
રોપ વે ના કામમાં ગતિ
ગિરનાર રોપ-વેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ હવે જેને મહત્વનું માનવામાં આવે છે અને સમગ્ર રોપ-વેનો આધાર જેના પર છે તે કામ આજથી શરૂ થયું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં જ્યાંથી રોપ-વે ની શરૂઆત થાય છે, ત્યાં રોપ-વે ને ટ્રોલીને લઈ જવા માટેના પ્રથમ પીલ્લરનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આવા 8 કરતાં વધુ પિલર ભવનાથ તળેટીથી શરૂ કરીને અંબાજી મંદિર સુધી બનાવવામાં આવશે. જેના પર રોજ તેની ટ્રોલી ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ આવન-જાવન કરશે.