જૂનાગઢની ભવનાથ તળેટીમાં પ્રાચીન કાળથી યોજાતા આવાતા શિવરાત્રીના મેળાને રાજ્ય સરકાર દ્વારા મીની કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કરાવ્યું છે. ત્યારે મેળાના સમગ્ર દેશના સાધુ અને સંતો તેમના અખાડાઓ સાથે ભવનાથ વિસ્તારમાં હાજર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શિવરાત્રીના મેળામાં આવનાર સાધુ માટે ખાસ ઉતારાઓની વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તારમાં 250 જેટલા ટેન્ટનું હંગામી ધોરણે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ ભવનાથમાં સાધુ-સંતો માટે તૈયાર કરાયું ખાસ ટેન્ટ સીટી - saint
જૂનાગઢ: આગામી શિવરાત્રીના મેળાને લઈને ભવનાથ વિસ્તારને દેશભરના સાધુ અને સંતો માટે તૈયાર કરવામા આવી રહ્યો છે. જેમા ખાસ ટેન્ટ સીટીમાં 250 જેટલા આધુનિક સુવિધા સભર ટેન્ટમાં દેશભરમાંથી આવતા સાધુઓને ઉતારાઓ આપવામાં આવશે.
સ્પોટ ફોટો
આ તમામ પ્રકારની ખાસ સુવિધાઓ ધરાવતા વાતાનુકુલિત ટેન્ટ બનાવવાની કામગીરી અંતિમ ચરણોમાં છે. જે આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં ભવનાથ આવેલા સમગ્ર ભારત વર્ષના સાધુ અને સંતોને ઉતારાઓ આપવામાં આવશે.