ગુજરાત

gujarat

ETV Bharat / state

રિયાલીટી ચેક: ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ કેન્દ્ર પર કરાઈ વિશેષ સુવિધા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ(Junagadh Civil Hospital)માં કોરોના રસીકરણ કેન્દ્રમાં મહિલાઓ માટે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ(Vaccination)ને લઈને વિશેષ સુવિધા કરાઇ છે. રસી મુકાવા આવતી ગર્ભવતી મહિલાઓના રજીસ્ટ્રેશનથી લઈને રસીકરણ સુધીની તમામ કામગીરી વિના વિલંબે થઈ રહી છે.

ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ કેન્દ્ર પર કરાઈ વિશેષ સુવિધા
ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ કેન્દ્ર પર કરાઈ વિશેષ સુવિધા

By

Published : Aug 7, 2021, 3:33 PM IST

  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓને વિના વિલંબે આપવામાં આવી રહી છે રસી
  • રસીકરણ કેન્દ્રમાં મળી રહેલી સુવિધાઓને લઇને ગર્ભવતી મહિલાઓએ વ્યક્ત કર્યો સંતોષ
  • જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 1100 કરતા વધુ ગર્ભવતી મહિલાઓને અપાઈ છે કોરોના રક્ષણ સામેની રસી

જૂનાગઢ: સિવિલ હોસ્પિટલ(Junagadh Civil Hospital)માં ચાલી રહેલા રસીકરણ કેન્દ્ર(Vaccination center)નું આજે ETV Bharatએ રિયાલિટી ચેક કર્યું હતું. હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં રસી લેવા માટે આવતી ગર્ભવતી મહિલાઓને મળતી સુવિધાને લઇને ખાસ રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા રસીકરણ સેન્ટરમાં ગર્ભવતી મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ સરકારના નિર્દેશ મુજબ આપવામાં આવી રહી છે.

ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ કેન્દ્ર પર કરાઈ વિશેષ સુવિધા

આ પણ વાંચો- Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક

ગર્ભવતી મહિલાને વિના વિલંબે રસી મુકવામાં આવે છે

રસીકરણ કેન્દ્ર(Vaccination center) પર રસી મુકાવવા આવતી પ્રત્યેક ગર્ભવતી મહિલાને તમામ સુવિધાઓ મળી રહી છે. રસીકરણ કેન્દ્રમાં આવેલી પ્રત્યેક ગર્ભવતી મહિલાને પ્રાથમિકતાના ધોરણે દાખલ કરી દેવામાં આવે છે અને તેમાં જરૂરી ટેક્નીકલ કામગીરી પૂર્ણ કર્યા બાદ પ્રત્યેક ગર્ભવતી મહિલાને વિના વિલંબે કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસી(Vaccine)થી સુરક્ષિત કરવામાં આવે છે.

મહિલા તબીબોની દેખરેખ હેઠળ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરાય છે

સિવિલ હોસ્પિટલ(Junagadh Civil Hospital)ના રસીકરણ સેન્ટર(Vaccination center)માં ગર્ભવતી મહિલાઓનું રસીકરણ તબીબોની હાજરી અને તેના નિરીક્ષણ વચ્ચે કરવામાં આવે છે. પ્રત્યેક ગર્ભવતી મહિલાનું રસીકરણ કેન્દ્રમાં પણ તબીબી સહાયકો દ્વારા કાઉન્સિલ કરવામાં આવે છે તેમજ મહિલા સંપૂર્ણપણે રસીકરણથી સુરક્ષિત થાય તે માટેની તમામ મેડીકલ તપાસ કરવામાં આવે છે. ગાયનેક વિભાગમાં કામ કરતી મહિલા તબીબોની સતત હાજરી અને તેમના નિદર્શનની વચ્ચે ગર્ભવતી મહિલાઓનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ માટે કરાઈ વિશેષ સુવિધા

ગર્ભવતી મહિલાઓએ તમામ સુવિધાને લઇને સંતોષ વ્યક્ત કર્યો

રસીકરણ સેન્ટરમાં તબીબી સહાયથી લઈને રસીકરણ સુધીની તમામ પ્રક્રિયામાં ગર્ભવતી મહિલાઓને મળતી સુવિધાઓ અને સગવડો અંગે રસી લેનાર ગર્ભવતી મહિલાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો-ભાવનગરમાં 69.88 ટકા વેક્સિનેશન: ગર્ભવતી મહિલાઓ સહિત વેક્સિન લેનારાઓ માટેની વ્યવસ્થાનું રિયાલિટી ચેક

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 70 ટકાથી વધુ લોકોને રસી મૂકાઇ

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રસીકરણના આંકડા પર એક નજર નાખીએ તો જિલ્લામાં 70 ટકા કરતાં વધુ લોકોને રસી મૂકવામાં આવી છે. જે પૈકીના એક લાખ 70 હજાર કરતાં વધુ વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, તો 65 હજાર કરતાં વધુ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ કેન્દ્ર પર કરાઈ વિશેષ સુવિધા

રસીથી માતા અને તેના આવનારા બાળકને સુરક્ષિત કરવામાં આવ્યા

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓના આંકડા પર નજર કરીએ તો જૂનાગઢ શહેરમાં 1100 કરતાં વધુ ગર્ભવતી મહિલાઓને કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડતી રસીથી માતા અને તેના આવનારા બાળકને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details