ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Sitafal Cultivation : સોરઠ પંથકમાં સીતાફળનું અનેરુ માન, ચાલુ વર્ષે સીતાફળની મીઠાશ ફીક્કી પડશે ?

સોરઠ પંથકમાં એકમાત્ર સીતાફળની સામૂહિક ખેતી થતી જોવા મળે છે. કેરી બાદ સીતાફળનને સોરઠ પંથકમાં અનેરુ માન-સન્માન મળ્યું છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સીતાફળના ઉતારા અને તેના બજાર ભાવમાં અંદાજિત 30 ટકા કરતા વધુ ઘટાડો થવાની શક્યતા એપીએમસીના ચેરમેન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Junagadh Sitafal Cultivation
Junagadh Sitafal Cultivation

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 8:34 PM IST

સોરઠ પંથકમાં સીતાફળનું અનેરુ માન

જૂનાગઢ :સોરઠ પંથકમાં ફળ પાક તરીકે સીતાફળને અનેરુ માન અને સન્માન મળ્યું છે. સોરઠ પંથકમાં થતા સીતાફળની માંગ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ જોવા મળે છે. સીતાફળ ગુણવત્તા અને મીઠાશના કારણે પણ એકદમ અલગ તરી આવે છે. પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ બજાર ભાવ અને સીતાફળના ઉતારામાં 30 ટકા કરતા વધુ ઘટાડાની શક્યતા વંથલી માર્કેટિંગ યાર્ડના ચેરમેને વ્યક્ત કરી છે. ચોમાસાની શરૂઆતમાં અતિ ભારે વરસાદ અને ચોમાસાના વિદાયના સમયે વરસાદની ખૂબ ખેંચ છે. આ બે વિપરીત પરિસ્થિતિને કારણે સીતાફળના પાકમાં ઉતારો ગત વર્ષની સરખામણીએ 30 ટકા જેટલો ઓછો જોવા મળે છે.

સોરઠમાં સીતાફળનું ઉત્પાદન : દર વર્ષે વંથલી માર્કેટિંગ યાર્ડમાં સીતાફળના 8 થી 10 કરોડના સોદા થતા હોય છે. પરંતુ આ વર્ષે તેમાં બે-ત્રણ કરોડના ઘટાડાની શક્યતાને નકારી શકાતી નથી. દર વર્ષે દિવાળી સુધી સીતાફળની સીઝન ચાલતી હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી પહેલાના દિવસોમાં સીતાફળની સીઝન પૂરી થાય તેવી શક્યતા છે.

ચાલુ વર્ષે સીતાફળની મીઠાશ ફીક્કી પડશે ?

સીતાફળની આવક : વર્તમાન સમય વંથલી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિવસે 10 થી 12 કિલોના ચાર થી પાંચ હજાર બોક્સની આવક થઈ રહી છે. આ આવક ગત વર્ષની સરખામણીએ આજના સમયે વધુ માનવામાં આવે છે. પરંતુ જેમ જેમ સીઝન આગળ વધતી જશે તેમ તેમ આ વર્ષે સીતાફળની આવકમાં ઘટાડો જોવા મળશે. જે ગત વર્ષની સરખામણીએ નુકસાનકારક જોવામાં આવી રહ્યો છે.

ચોમાસાના પ્રારંભમાં અતિ ભારે વરસાદ અને પાછળથી વરસાદની ખૂબ મોટી ખેંચને કારણે સીતાફળના ઉતારામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળશે. જેના કારણે આવકની સાથે ખેડૂતોને બજાર ભાવોમાં પણ 30% જેટલું નુકસાન થઈ શકે છે. -- દિનેશભાઈ કાનગડ (ચેરમેન, વંથલી APMC)

સીતાફળના ભાવ ઘટ્યા : વર્તમાન સમય માર્કેટિંગ યાર્ડમાં સારા સીતાફળના 80 થી 90 રૂપિયા બોલાઈ રહ્યા છે. જે ગત વર્ષે 100 થી લઈને 125 રૂપિયા સુધી જોવાતા હતાં. નબળા અને મધ્યમ કદના સીતાફળનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા આજના દિવસે જોવા મળી રહ્યો છે. જે ગત વર્ષે 50 થી 60 રૂપિયા જોવા મળતો હતો.

શા માટે ઉત્પાદન ઘટશે ?વંથલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ કાનગડે ETV BHARAT સાથે વાત કરી અને જણાવ્યું હતું કે, ચોમાસાના પ્રારંભમાં અતિ ભારે વરસાદ અને પાછળથી વરસાદની ખૂબ મોટી ખેંચને કારણે સીતાફળના ઉતારામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળશે. જેના કારણે આવકની સાથે ખેડૂતોને બજાર ભાવોમાં પણ 30% જેટલું નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. દર વર્ષે દિવાળી સુધી સીતાફળની સીઝન ચાલતી હોય છે. પરંતુ આ વર્ષે અત્યારે જ સીઝન પુર બહારમાં ખીલી છે. જે દિવાળી સુધી લંબાઈ તેવી શક્યતાઓ પણ બિલકુલ નહીંવત જોવા મળે છે.

  1. Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન
  2. Mango Orchards Will Cut Down?: શું ગીરની કેસર કેરીના ચાલી રહ્યા છે અંતિમ દિવસો કેમ ખેડૂતોએ આંબાવાડિયા કાપવાની કરી વાત

ABOUT THE AUTHOR

...view details