સોમનાથ ટ્રસ્ટના ખર્ચમાં 20થી 30 ટકાનો ઘટાડો થશે જૂનાગઢઃપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે હવે આજથી પીએનજી ગેસ સપ્લાયની શરૂઆત થઈ છે. પર્યાવરણને અનુકૂળ એવા પ્રાકૃતિક ગેસ દ્વારા આજથી સોમનાથ ટ્રસ્ટના તમામ ભોજનાલયો અને નિઃશુલ્ક પ્રસાદ ઘરોમાં ભોજન પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ છે. અહીંના તમામે તમામ 7 રસોડામાં IRM સંસ્થા દ્વારા વિનામૂલ્યે ગેસ પાઈપલાઈન નાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃSomnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત, જાણો શું છે નવું
સોમનાથમાં પીએનજી ગેસની શરૂઆતઃપ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શિવભક્તોની આસ્થા સાથે સંકળાયેલા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં હવે ભક્તોને નવો અનુભવ મળશે. કારણ કે, અહીંના રસોડાઓમાં આજથી પ્રાકૃતિક પ્રાકૃતિક ગેસના પૂરવઠાની શરૂઆત થઈ છે. તમામ રસોડા અને પ્રસાદઘરમાં IRM સંસ્થાએ પાઇપલાઇનથી લઈને ગેસ ફિટીંગ કરવા સુધીની તમામ વ્યવસ્થાઓ તેમના સૌજન્યથી સોમનાથ ટ્રસ્ટને વિનામૂલ્યે કરી આપી છે.
સોમનાથમાં પીએનજી ગેસની શરૂઆત ભક્તોને પ્રાકૃતિક ગેસની મદદથી બનતા ભોજન અપાશેઃ એટલે કે આજથી (મંગળવાર) પ્રાકૃતિક ગેસ દ્વારા બનતા ભોજન પ્રસાદ શિવ ભક્તોને અર્પણ કરાશે પીએનજી ગેસ પ્રાકૃતિક રીતે પણ અનુકૂળ જોવા મળે છે જે પર્યાવરણને ખૂબ ઓછું નુકસાન કરે છે જેને લઈને સોમનાથ ટ્રસ્ટના તમામ સાત રસોડાઓમાં પીએનજી ગેસ લગાવવામાં આવ્યો છે
આ પણ વાંચોઃDevotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ
સોમનાથ ટ્રસ્ટના ખર્ચમાં 20થી 30 ટકાનો ઘટાડો થશેઃઆજથી સોમનાથ ટ્રસ્ટના તમામ ભોજનાલયમાં પીએનજી ગેસની શરૂઆત થઈ છે, જેને લઈને પ્રતિ વર્ષ સોમનાથ ટ્રસ્ટના ખર્ચમાં રાંધણ ગેસને લઈને 20થી 30 ટકા સુધીનો ખર્ચ ઘટાડો થઈ શકે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 7 જેટલા રસોડાઓમાં પ્રતિમહિના દરમિયાન 19 કિલોના 90 જેટલા સિલિન્ડરનો ભોજન પ્રસાદ બનાવવા ઉપયોગ થાય છે, જેનો ખર્ચ અંદાજિત 1 લાખ 60 હજારની આસપાસ થાય છે. ત્યારે હવે પીએનજી ગેસ થકી તેમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. વધુમાં પીએનજી ગેસ સૌથી સુરક્ષિત અને વિસ્ફોટ થવાની તમામ શક્યતાઓને દૂર કરે છે, જેને લઈને પણ સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા પ્રતિદિન 5થી 6,000 જેટલા ભક્તોને સુરક્ષાની સાથે પ્રાકૃતિક ગેસથી બનેલું ભોજન પ્રસાદ પણ અર્પણ કરાશે.