- આજે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ગુરુ પૂર્ણિમા
- સ્વામિનારાયણ સંપ્રદાયના એક એવા ગુરુ જે આધુનિક વિજ્ઞાન સાથે કરે છે ધર્મનો પ્રચાર
- શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત
જૂનાગઢ : આજે ગુરુ પુનમ નો પાવન પર્વ છે ત્યારે આજના દિવસે ગુરુ નો મહિમા કરવાની હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ જોવા મળે છે ત્યારે આવા જ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કે જે હિંદુ સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાનના જન્મદાતા તરીકે દેશ અને દુનિયામાં ઓળખાઈ રહ્યા છે. શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી વિશે આજે ગુરુપૂર્ણિમાના દિવસે તેમના દ્વારા થઇ રહેલા ધર્મની સાથે શિક્ષણના પ્રચારની કેટલીક ઉમદા વાતો જાણીશું રાજકોટ જિલ્લાના ખોરાણા ગામ માં 16 ઓક્ટોબર 1950ના દિવસે મોહન નામથી અવતરણ થયેલા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ પ્રાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ માટે રાજકોટની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થામાં જોડાયા ત્યારથી મોહન થી શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી બનવાની સફરના શ્રી ગણેશ થયા.
અભ્યાસની સાથે ધર્મમાં રુચિ
શાળાના અભ્યાસ કાળથી જ શિક્ષણની સાથે ધર્મમાં ખૂબ જ રૂચિ ધરાવતા મોહન આજે શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી તરીકે સમગ્ર જગતમાં ઓળખાઈ રહ્યા છે. શાળા કક્ષાએ ધર્મજીવનદાસજી યોગી સ્વામીજી પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી સ્વામીના સંપર્કમાં આવવાથી શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજીને ધર્મ પ્રત્યે ખૂબ રૂચિ વધવા લાગી ત્યારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢના રાધા દામોદર મંદિરમાં મોહન પાર્ષદ બનીને ધર્મની સાથે સેવા યજ્ઞની શરૂઆત કરી ત્યાર બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નરેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે દિક્ષા ધારણ કરીને મોહન શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી નામથી સમગ્ર જગતમાં ખ્યાતી પામ્યા છે.
આ પણ વાંચો : કોરોના ઈફેક્ટઃ ભવનાથ ગીરી તળેટીમાં પ્રાચીન કાળથી ઉજવાતી ગુરુ પૂર્ણિમા રદ