ભવનાથનું નામ પડે એટલે મહાદેવ સાધુ અને ગિરનાર પરિક્ષેત્રમાં યોજાતા મેળાઓ યાદ આવી જતા હોય છે. ભવનાથ આવીને સાધુને પોતાના ગુરુ માનીને સાધુને ગુરૂ પૂજન કરતા હોય છે. ગુરુ બનાવેલા સાધુઓને તેમની શક્તિ અને ભક્તિ મુજબ ગુરુદક્ષિણા પણ આપતા હોય છે. ત્યારે ભવનાથમાં બિરાજમાન કૈલાસગીરીના દિલ્હી નિવાસી એક સેવકે બાપુને સેગવે ઈ બાઈક ભેટ પ્રસાદના રૂપમાં અર્પણ કરી છે.
ગિરનારના સાધુ પણ કરી રહ્યા છે સેગવે ઈ બાઇકની સવારી સેગવે ઈ બાઈક ધરાવતા ભવનાથ ક્ષેત્રના કૈલાસ ગીરીબાપુ સંપ્રદાયના પ્રથમ સાધુ બન્યા છે. સેવક દ્વારા ભેટમાં મળેલી સેગવે ઈ બાઈક લઈને કૈલાસ ગીરીબાપુ ભવનાથમાં લોકોની પસંદગી બન્યા છે. સામાન્ય સંજોગોમાં બાઈક યુરોપના દેશોમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતમાં હવે તેનું ધીમે-ધીમે આગમન થઈ રહ્યું છે. બાઈકના માધ્યમથી કોઈપણ વ્યક્તિ તેના શરીર અને મગજ સાથેનો અદભુત સંતુલન સાધીને તેની મજા માણી શકે છે.સાધુ કૈલાસગીરી મન અને શરીરના સંતુલનને મહત્વ આપે છે. સેવક દ્વારા ભેટમાં મળેલી આ સેગવે ઈ બાઈક માત્ર કૈલાસ ગીરીબાપુ પૂરતી જ મર્યાદિત નથી. ભવનાથ પરિક્ષેત્રમાં આવતા યાત્રિકો અને ભક્તો માટે પણ કૈલાસ ગીરીબાપુ આ બાઈક ચલાવવાનો આગ્રહ કરી રહ્યા છે. ભવનાથ આવતા ઘણાખરા સેવકો અને ભક્તોએ પણ કૈલાસગીરી બાપુ પાસે રહેલી સેગવે ઈ બાઇકની રાઇડ કરી છે.કૈલાસ ગીરીબાપુના જણાવ્યાં અનુસાર સાધુ જીવનમાં મન અને શરીર સાથેનું સંતુલન કાયમ રહેવું જરૂરી અને અગત્યનું છે. આ સેગવે ઈ બાઈકની મદદથી શરીર અને મન સાથેના સંતુલનને સાધવા માટે ખૂબ જ સરળતા રહે છે અને એટલે દરેક લોકો સેગવે ઈ બાઇકની સવારી કરીને શરીર અને મન સાથેનું સંતુલન સાધી સમાજ-જીવનમાં ફેલાતી બદીઓ દૂર કરી એક ચુસ્ત અને તંદુરસ્ત જીવનશૈલી પ્રાપ્ત કરી શકે છે.