જૂનાગઢ લોકસભા સીટ પર ભાજપે તેમના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી જૂનાગઢ બેઠકને લઈને ભારે ખેંચતાણ જોવા મળતી હતી વર્તમાન સંસદને કાપવામાં આવી રહયા છે તેવી વાતોને પણ વેગ મળ્યો હતો પરંતુ અંતે ભાજપ દ્વારા વર્તમાન સંસદને ફરી ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તાલાલા વિધાનસભા બેઠકને કારણે જૂનાગઢની બેઠકમાં વિલંબ: રાજેશ ચૂડાસમા - jnd
જૂનાગઢ: લોકસભા સીટ પર ઉમેદવારની જાહેરાતમાં થયેલા વિલંબ પાછળ તાલાલા બેઠક પરના ઉમેદવારની પસંદગી જવાબદાર હોઇ શકે છે. કેન્દ્રીય નેતૃત્વ તાલાલા વિધાનસભા બેઠકને લઈને ચિંતિત હોવાને કારણે લોકસભા બેઠક પર જાહેરાત કરવામાં વિલંબ થયાનો સંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકાર કર્યો હતો.
સ્પોટ ફોટો
આ અંગે રાજેશ ચુડાસમાને પૂછવામાં આવતા તાલાલા વિધાનસભા બેઠક પરના ઉમેદવારને લઈને કેન્દ્રીય નેતૃત્વ કોઈ અંતિમ નિર્ણય નહિ કરી શકવાને કારણે જૂનાગઢ લોકસભા બેઠકની જાહેરાત નહિ કરવાની નીતિ અપનાવી હતી. અંતે તાલાલા બેઠક પર પૂર્વ પ્રધાન અને વર્ષ 2017માં સોમનાથ બેઠક પર હારનો સામનો કરી ચૂકેલા જશાભાઈ બારડ પર પસંદગીનો કળશ ઉતારતા જૂનાગઢ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવાનો નિર્ણય કર્યો હતો