ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં મેઘરાજા થયા મહેરબાન, ભેંસાણની ઉબેણીયા નદીમાં ઘોડાપુર - વરસાદ

છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લાના ભેંસાણ, માળીયા, માણાવદર અને મેંદરડામાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો.

junagadh, Etv Bharat
junagadh

By

Published : Jun 8, 2020, 7:56 PM IST

જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેર સહિત જિલ્લાના ભેંસાણ, માળીયા, મેંદરડા, માણાવદર અને માંગરોળ પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તેમજ વરસાદ પડતા જગતનો તાત ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યો હતો.

ભેસાણની ઉબેણીયા નદીમાં પુર
ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. જિલ્લાના ભેંસાણ તાલુકાના ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ભેંસાણ નજીકથી પસાર થઇ રહેલી ઉબેણીયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાતા ભેસાણ પંથકમાં આગામી દિવસોમાં જગતનો તાત ચોમાસુ વાવણી કરે તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે. ઉનાળાના ધગધગતા તાપ બાદ વરસાદી માહોલ સર્જાતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details