કેન્દ્રીય સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય નાગરિકતા કાયદાને બનાવવામાં આવ્યો છે. જેને લઈને હવે જૂનાગઢ જિલામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લા લઘુમતી સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ કાયદાને લઘુમતી સમાજ વિરુદ્ધ ગણાવીને આવા કાયદાનો વિરોધ કર્યો હતો.
CABના વિરોધમાં જૂનાગઢના લઘુમતી સમાજે જિલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
જૂનાગઢઃ કેન્દ્રીય સરકાર દ્વારા બનાવાયેલા નાગરિકતા સંશોધન કાયદા સામે જૂનાગઢમાં પણ વિરોધ ઉઠી રહ્યો છે. શુક્રવારે આજે જૂનાગઢ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદ પરત લેવાની માગ કરી હતી.
CABના વિરોધમાં જૂનાગઢના લઘુમતી સમાજે જિલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
તેમજ આ કાયદો તાકીદે કેન્દ્રીય સરકાર દ્વારા પરત લેવાઈ તેવી માગ કરતુ રાષ્ટ્રપતિને સંબોધીને આવેનદપત્ર આપ્યું હતું.