ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગામ માંગી રહ્યો છે દારૂ, તો સરપંચે અનોખી રીતે આપી ધમકી

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં (Paswala of Junagadh district)સતત વધી રહેલી દારૂની બંધી સામે હવે કેટલાક ગામોના સરપંચો સામે આવ્યા છે. પસવાળા ગામના સરપંચે દારૂબંધીના કાયદાના અમલ કરવાને લઈને ઢંઢેરો પીટાવ્યો છે. ગત 8મી તારીખે પસવાળા ગામમાં દારૂ પીવો કે વેચવો નહીં તે પ્રકારનો ઢંઢેરો ઢોલ વગાડીને (prohibition of alcohol in Paswala )ગામ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

ગામમાં દારૂ પીધો તો ખેર નથી, સરપંચે દારૂબંધીનો ઢંઢેરો પીટાવ્યો
ગામમાં દારૂ પીધો તો ખેર નથી, સરપંચે દારૂબંધીનો ઢંઢેરો પીટાવ્યો

By

Published : Jun 18, 2022, 1:21 PM IST

જૂનાગઢઃ જિલ્લાના ભેસાણ તાલુકામાં સતત વધી રહેલી દારૂની બંધી સામે હવે કેટલાક ગામોના સરપંચો સામે આવ્યા છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાની વચ્ચે આજે પણ દારૂનો બેરોકટોક વેચાણ અને તેનું સેવન થઈ રહ્યું છે. તેવી પરિસ્થિતિની વચ્ચે પસવાળા ગામના સરપંચ જયસિંહ ભાટીએ દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે રીતસર ઢંઢેરો પીટાવ્યો હતો. દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યો (prohibition of alcohol in Paswala)છે સરપંચે દારૂબંધીના કાયદાના અમલ કરવાને લઈને ઢંઢેરો પીટાવવો પડે આટલી દારૂની સ્થિતિ દારૂબંધીનો કાયદાના અમલને લઇને પહોંચી ગઈ છે. જે ખૂબ શરમ જનક માનવામાં આવી રહ્યું છે ગામનો પ્રધાન દારૂની બંધી સામે આજે બહાર નીકળ્યા છે જે સ્પષ્ટ બતાવી આપે છે કે દારૂબંધીના કાયદાના અમલને લઇને ક્યાંક ઉણપ જોબા મળી રહી છે.

ઢંઢેરો પીટાવ્યો

આ પણ વાંચોઃઆવા તે કેવા લગ્ન: રાજકોટમાં આજ મેરે યાર કી શાદી હૈ ગાઈને નાચતાં નાચતાં વરરાજાને પીવડાવ્યો દારૂ

સરપંચોએ નોંધાવ્યો વિરોધ -ભેસાણ તાલુકાના પસવાડા શામતપરા માલીડા (Paswala of Junagadh district)હડમતીયા મેંદપરા અને કરીયા ગામના સરપંચોએ દારૂબંધીનો કડક અમલ થતો નથી જેને કારણે ભેસાણ તાલુકાના ગામોમાં દારૂની બંધી દિવસેને દિવસે વધતી જાય છે. બહારથી લોકો દારૂ વેચવા માટે આવે છે. ગામના લોકો બેફિકર બનીને દારૂનું સેવન કરી રહ્યા છે. આ તમામ દ્રશ્યો દારૂબંધીના કાયદાની છડેચોક મજાક ઉડાવતા હોય તે પ્રકારે પાછલા કેટલાક સમયથી જોવા મળી રહ્યા છે જેની સામે હવે સરપંચોએ બાથ ભીડવાનું નક્કી કર્યું છે. ગત 8મી તારીખે પસવાળા ગામમાં દારૂ પીવો કે વેચવો નહીં તે પ્રકારનો ઢંઢેરો ઢોલ વગાડીને ગામ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃBootlegger in Vadodara: હાથમાં ત્રણ દારૂની બાટલીઓ સાથે વડોદરાના બુટલેગરનો વિડીયો વાયરલ

સરપંચનો પોલીસ પર આક્ષેપ -પસવાડા ગામના સરપંચ વિજયસિંહ ભાટીએ પોલીસ પર દારૂબંધીના કાયદાનો અમલ કરવાને લઈને ઢીલી નીતિ રાખી રહ્યા છે તેવો સનસનીખેજ આક્ષેપ કરીને જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલામાં ઘટતું કરવા પત્ર દ્વારા માંગ કરી છે. જયસિંહ ભાટી જણાવી રહ્યા છે કે ભેસાણ તાલુકા પોલીસના અધિકારીથી લઇને કર્મચારીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો સાથે ગંભીર મિલીભગત ચલાવી રહ્યા છે જેને કારણે ભેસાણ તાલુકાના ઘણા ખરા ગામોમાં દારૂની બંધી વ્યાપક અને ફૂલતી ફાલતી જોવા મળે છે ત્યારે આવા ગામોમાં પોલીસ દારૂબંધીનો કડક અમલ કરે તેને લઈને ભેસાણ તાલુકાના કેટલાક ગામોના સરપંચોએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details