ગુજરાતભરમાં બેરોજગારી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. જેનો ભોગ બાળકોને પોતાના શિક્ષણને હોમીને આપવું પડે છે. પરિવારને પૂરતી રોજગારી મળતી ન હોવાથી બાળકોને કમાવવા માટે મોકલવામાં આવે છે. જેથી માસૂમ બાળકો બાળપણ માણવાની જગ્યાએ મજૂરી તરફ ઢસડાય છે.
રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનને કાળી ટિલ્લી લાગી, બાળમજૂરીનો વધું એક કિસ્સા આ રહ્યો !
જૂનાગઢઃ ફૂટપાથ પર બાળકો ફુગ્ગાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનનો કોઈ જ અર્થ અહીં કામમાં આવે તેવું દેખાતું નથી. કારણ કે, પરિવાર પાસે પૂરતી રોજગારી નથી. જેથી તેઓ બાળકો પાસે મજૂરી કરાવવા માટે મજબૂર બન્યા છે. આવા કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે પણ તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી.
રાજસ્થાનના રહેવાસીઓ જુદા જુદા શહેરોમાં પરિવાર સાથે રોજગાર મેળવવા માટે આવે છે. પણ ગુજરાત પહેલેથી જ બેરોજગારીમાં વીંટડાયેલું હોવાથી તેઓને ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, માટે પોતાના બાળકોને મજૂરી કરવા માટે મોકલવા પડે છે. બાળકો ફૂટપાથ પર ફુગ્ગાઓ વેચીને પોતાના પરિવાર માટે એક ટાણાં માટે મહેનત કરતા જોવા મળે છે. આમ, ભણવાની ઉંમરે બાળકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા મજબૂર બને છે. ત્યારે સરકાર બાળમજૂરી અટકાવવા માટે કોઇ પગલાં લેતા લઇ રહ્યું નથી. જેથી તંત્રની સર્વ શિક્ષા અભિયાન અને બાળમજૂરી નાબૂદ જેવી યોજનાઓ પોકળ સાબિત થતી જોવા મળે.