ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ ફરીથી આસમાને, પ્રતિ કિલો 80 રૂપિયાને પાર

જૂનાગઢ: ડુંગળીના ભાવ બજારમાં એક કિલોએ 15થી 20 રુપિયા હતાં, પણ હવે તે વધીને રૂપિયા 80ને પાર થઇ ગયા છે. શાકભાજીના ભાવમાં પહેલાંની સરખામણીમાં 50 જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદના કારણે બહારના રાજ્યોમાંથી આવતી શાકભાજી પલળી જતાં ખરાબ થઈ જાય છે. જેના કારણે શાકભાજીની અછત વર્તાઈ છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પણ લોકોને રડાવી રહી છે. કર્ણાટક, આંધ્રમાં વરસાદથી તહેવારોની મોસમમાં જ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. વરસાદના કારણે ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે અને રાજ્યભરની શાકમાર્કેટમાં આવક ઘટી છે. પરિણામે ડુંગળીના ભાવ વધી ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વરસાદના કારણે ડુંગળી બગડી ગઈ છે.

ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ ફરીથી આસમાને, પ્રતિ કિલો 80 રૂપિયાને પાર

By

Published : Sep 26, 2019, 10:23 PM IST

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ગરીબોને પડાવી રહી છે આંસુઓ, છેલ્લા એક મહિનામાં ડુંગળીના પ્રતિ કિલોના ભાવમાં 50થી લઈને 60 સુધીનો ભાવ વધારો થતાં ડુંગળી ગરીબો માટે દોહલી બની રહી છે તો બીજી તરફ તમામ શાકભાજીના ભાવો પણ સો રૂપિયાને પાર થઈ જતા ગરીબો અને મધ્યમ વર્ગ ભારે ચિંતાતુર બની ગયા છે.

ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ ફરીથી આસમાને, પ્રતિ કિલો 80 રૂપિયાને પાર

જેને ગરીબોની કસ્તૂરી તરીકે માનવામાં આવે છે તે ડુંગળીના બજાર ભાવો વર્તમાન સમયમાં વિક્રમી ઉંચાઈઓ આંબી રહ્યા છે. એક મહિના પહેલા ડુંગળીના પ્રતિ કિલોના ભાવ 10થી લઇ અને 12 રૂપિયા બોલાતા હતાં. પરંતુ, એક મહિના બાદ આ જ ડુંગળી પ્રતિ કિલોએ રૂપિયા 50થી લઈને 70ના ભાવોએ વેંચાઈ રહી છે. જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડુંગળી હવે દોહલી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. નાસિક અને આસામમાં જે પ્રકારે ભારે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ હતી તેને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ રહ્યો છે, જેની નકારાત્મક અસરોને કારણે ડુંગળીની બજારમાં દિન-પ્રતિદિન ઊંચકાઈ રહી છે.

સતત વધી રહેલા ડુંગળીના ભાવોની હરીફાઈ કરતા શાકભાજી પણ હવે મહત્તમ ઊંચાઈ પર ચડી રહ્યા છે. ટામેટાને બાદ કરતા એક પણ શાકભાજી 80 રૂપિયા પ્રતિ કિલોથી નીચે જોવા મળતું નથી, જેને કારણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને લીલા શાકભાજી પર નિર્ભર રહેતા લોકોનું બજેટ પણ હવે ખોરંભે ચઢી રહ્યું છે. ગુવાર, ભીંડા, તૂરિયા, ગલકા, દૂધી, આદુ, લીંબુ, કોથમીર અને મેથી સહિતના શાકભાજીઓ તેની મહત્તમ સપાટી પર જોવા મળી રહ્યા છે. આ તમામ શાકભાજીઓ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રિટેલ બજારમાં વેંચાઇ રહ્યા છે, જેને કારણે મધ્યમ વર્ગ પણ ભારે ચિંતામાં મુકાઇ ગયો છે.

ગરીબોની કસ્તુરી બાદ મધ્યમવર્ગનો કોળિયો માનવામાં આવે છે તેવા શાકભાજી પણ હવે મહત્તમ ઉંચાઇ પર જોવા મળી રહ્યા છે. આ ભાવ વધારાનો એક કારણ વરસાદ છે તો સાથે સાથે પ્રચંડ રૂપે આગળ વધી રહેલી મંદીને કારણે પર બજાર પર માઠી અસરો જોવા મળી રહી છે, ત્યારે બળતામાં ઘી સમાન પેટ્રોલિયમના ભાવો પણ હવે છેલ્લા બે દિવસમાં પ્રતિ લિટરે બે રૂપિયા જેટલા વધી ગયા છે જેને કારણે પણ આગામી દિવસોમાં ડુંગળી અને વિવિધ શાકભાજીના ભાવોમાં વધુ ભડકો થાય તેવું બજારના નિષ્ણાતો પણ માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details