- જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા હકારાત્મક રાજનીતિની શરૂઆત
- જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ કર્યો મોકૂફ
- કોરોના સંક્રમણ કાળમાં લોકોને થઈ શકે તેટલી તમામ મદદ કરશે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ
જૂનાગઢ : શનિવારના રોજથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા હકારાત્મક રાજનીતિની શરૂઆત કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ મોકૂફ રાખીને હકારાત્મક રાજનીતિની દિશામાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો -મુખ્યપ્રધાન રૂપાણીનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા બદલ NCP નેતા રેશ્મા પટેલની અટકાયત
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો
કોરોના સંક્રમણને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, આવા કપરા સમયે લોકોને ઉપયોગી થવાની દિશામાં આગળ વધવાના હકારાત્મક અભિગમ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની હકારાત્મક રાજનીતિ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં આવનારા દિવસોમાં વધુ આગળ વધે, તો રાજકીય રીતે લોકોની ખૂબ સારી સેવા મળી તેમ છે.
આ પણ વાંચો -બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જૂનાગઢ ભાજપે કર્યા પ્રતિક ધરણાં