ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર-સોમનાથ હાઈવેને ફોર-ટ્રેક બનાવવા પર લોકોનો વિરોધ, જાણો શુ છે કારણ?

જૂનાગઢના માંગરોળ ખાતે નવા બનતા પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે પર માંગરોળ બાયપાસ નજીક મામાદેવનું મંદિર અને દરગાહ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી હતી. જે કારણે શ્રદ્ધાળુઓ રોષે ભરાયા હતા. મંદિર અને દરગાહની સામે રહેલી જગ્યા તરફ રોડ ખસેડવા લોકોએ માગ કરી છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર અને હાઈવે અધિકારીઓ લોકોને સમજાવવા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

porbandar-somnath-national-highway-began-construction-of-a-foretrack-people-oppose-of-road
પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવેને ફોરટ્રેક બનાવતા લોકોમાં રોષ

By

Published : Mar 4, 2020, 8:21 AM IST

જૂનાગઢઃ છેલ્લા ઘણા સમયથી પોરબંદર-સોમનાથ ફોર-ટ્રેકનું કામ શરૂ કરાવામાં આવ્યું છે, ત્યારે આ ફોર-ટ્રેક માંગરોળ બાયપાસ પરથી પસાર થાય છે અને બાયપાસની નજીકમાં જ એક મામાદેવનું મંદિર તેમજ સાંઇબાબાનું મંદિર આવેલું છે, જયારે બાયપાસથી આગળ એક KM દૂર દરગાહ પણ આવેલી છે.

પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવેને ફોરટ્રેક બનાવતા લોકોમાં રોષ

પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવેને ફોર-ટ્રેક બનાવતા મામાદેવ મંદિર તેમજ દરગાહ રોડ વચ્ચે આવતી હોવાથી તંત્ર દ્વારા આ મંદિર તેમજ દરગાહ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ કારણે શ્રદ્ધાળુંઓએ આ બાબતે હોબાળો મચાવ્યો હતો.

મામલતદાર અને અન્ય રોડ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ પણ લોકો એકના બે થયા ન હતા. જે કારણે હાલ રોડનું કામ મોકૂફ રખાયું છે.

ABOUT THE AUTHOR

...view details