ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસના ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસની માનવતા, ભિક્ષુકોને સ્નાન કરાવી કપડા પહેરાવ્યા - એકલવાયુ જીવન જીવતા

કોરોના વાઈરસના સતત વધી રહેલા ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસે માનવતા દર્શાવી શહેરમાં રખડતા ભટકતા અસ્થિર મગજના ભિક્ષુક અને એકલવાયુ જીવન જીવતા 30 કરતા વ્યક્તિને સ્નાન કરાવી, કપડાં બદલી અને ગંભીર પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની બિમારીના વાહક ન બને તેને લઈને ભિક્ષુકોની સેવાઓ કરીને માનવતાનું આદર્શ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

કોરોના વાઇરસના ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસની સામે આવી માનવતા
કોરોના વાઇરસના ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસની સામે આવી માનવતા

By

Published : Apr 5, 2020, 10:26 AM IST

જૂનાગઢઃ હાલ દિવસે અને દિવસે ગુજરાતમાં કોરોના વાયરસ તેનો પગ પેસારો વધુ મજબૂત કરી રહ્યો છે, દરરોજ કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે કોરોના વાઈરસ અશક્ત બિમાર અને અસ્વચ્છ વ્યક્તિઓને પહેલો નિશાન બનાવે છે. માટે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતા ભિક્ષુકો અસ્થિર તેમજ એકલવાયું જીવન જીવતા 30 કરતા વધુ વ્યક્તિઓને જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં લાવીને તેમને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન જૂનાગઢ પોલીસે શરૂ કર્યું છે.

કોરોના વાઇરસના ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસની સામે આવી માનવતા
પોલીસ દ્વારા 30 કરતાં વધુ ભિક્ષુકો માનસિક, અસ્થિર અને એકલવાયું જીવન જીવતા લોકોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના વાળ કાપીને પોલીસ જવાનોએ તમામ ભિક્ષુકોને સ્વચ્છ કરવા માટે નવડાવવામાં આવ્યા હતા.
કોરોના વાઇરસના ખતરાની વચ્ચે જૂનાગઢ પોલીસની સામે આવી માનવતા

ત્યારબાદ તમામ ભિક્ષુકોને સ્વચ્છ કપડાં પહેરાવીને પોલીસ મથકમાં જ પોષણક્ષમ આહાર અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. સંકટની આ ઘડીમાં આવા લોકો કોરોના વાયરસનો શિકાર ન બને અને આજ વ્યક્તિઓ કોરોના વાયરસના વાહક ન બને તે માટે જૂનાગઢ પોલીસે માનવતાનું અદભૂત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details