ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે

ફાગણ માસમાં કવિઓની (Poets in Phagan Mass) કલમો જાણો મખમલ જેમ ચાલતી હોય છે. કવિઓ, સાહિત્યકારો તેમજ લેખકો માટે ફાગણ માસ ખુબ મહત્વ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ફાગણ માસ (Dhuleti Festival 2022) યુવાનથી લઈને કવિઓ માટે શું ખુબસુરત હોય છે.

ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે
ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે

By

Published : Mar 18, 2022, 9:49 AM IST

જુનાગઢ :હોળી - ધૂળેટીનો તહેવાર અને ફાગણ મહિનો(Poets in Phagan Mass) કવિઓ, સાહિત્યકારો તેમજ લેખકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફાગણ મહિનામાં પ્રકૃતિ અને ખાસ કરીને કેસુડાના કેસરી રંગથી રંગાયેલો જોવા મળે છે. કેસુડો અને તેનો કેસરિયો રંગ તેમાં હોળી અને ધૂળેટીનો તહેવાર કવિઓ, સાહિત્યકારો અને લેખકો માટે આ વિશેષ સમન્વય બની જતા હોય છે. તેને કારણે આજે પણ સમગ્ર દેશમાં સાહિત્યનો ઉચ્ચ કોટિનું સર્જન એકમાત્ર ફાગણ મહિનો હોળી - ધૂળેટીના તહેવારને ધ્યાને રાખીને કવિઓ, સાહિત્યકારો અને લેખકો કરી રહ્યા છે.

ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે

કવિઓની કલમ કલકલ કરતી કંડારે -વર્ષોથી લેખકની આ પરંપરા અને ખાસ કરીને ફાગણ મહિનો અને હોળી - ધૂળેટીના તહેવારને (Dhuleti Festival 2022) લઈને લેખકોની કલમો જાણે મખમલ જેમ ચાલતી હોય છે. ત્યારે આવા જ એક કવિ નૈસધ મકવાણાએ હોળી ધુળેટી અને ખાસ કરીને ફાગણ મહિના પર પોતાની એક રચનાનું સર્જન કર્યું છે.

આ પણ વાંચો :Holi 2022 : રંગનો ઉત્સવ એટલે ધુળેટીનો પર્વ

વસંતના વધામણા રૂપે સમગ્ર સૃષ્ટિ બને છે રંગબેરંગી

ફાગણ મહિનો પ્રેમના પ્રતિક -ફાગણ મહિનો કવિ (Festival in Month of Phagan) અને સાહિત્યકારો માટે અદ્ભુત માનવામાં આવે છે. ત્યારે કવિતાઓનું મોટા ભાગે સર્જન ફાગણ મહિનામાં થાય છે. તેના કેન્દ્ર બિંદુ સમાન યુવાનો અને મસ્તી સતત જોવા મળે છે. ફાગણ મહિનો પ્રેમના પ્રતિક સ્વરૂપે પણ જોવા મળે છે. ત્યારે આ મહિનામાં આવતા હોળી - ધૂળેટીનો તહેવાર (Holi Dhuleti Festival 2022) પણ પ્રેમના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવા સમયે થતી રચનાઓમાં હૈયું અને યુવાનો કેન્દ્રસ્થાને હોય તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો :Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ

યુવાન હૈયાઓ માટે રચનાત્મક દ્રષ્ટિ -ફાગણ મહિનામાં કવિઓ દ્વારા તેમની રચના અને કવિતાઓમાં પણ યુવાન હૈયું અને હળવી મસ્તીને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. આવી રચના (Composition of Poets in Month of Phagan) વર્ષોથી થતી આવે છે કેટલાક યુવાન સાહિત્ય રસિકો પણ ફાગણ મહિનાની રાહ જોઇને બેઠા હોય છે. એટલા માટે કે આ મહિના દરમિયાન તેમની વાત કરતી રચના અને કવિતાઓ સાહિત્યકારો દ્વારા સર્જન થતું હોય છે. એટલે આ મહિનો માત્ર સાહિત્યકારો લેખકો કવિઓ માટે જ નહીં. પરંતુ યુવાન હૈયાઓ માટે પણ રચનાત્મક દ્રષ્ટિએ ખુબસુરત માનવામાં આવે છે

ABOUT THE AUTHOR

...view details