- ગિરનાર રોપ-વેએ માઈ ભક્તોની દસકાઓ જૂની દર્શનની ઈચ્છા કરી પરિપૂર્ણ
- રોપ-વે શરૂ થતા જ માઁ અંબાના દર્શન માટે ઉમટ્યા માઈ ભક્તો
- હવે શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ પણ માઁ અંબાના દર્શન કરી શકશે
જૂનાગઢઃગિરનાર પર્વત પર રોપ-વે સાકાર થતા હવે દસકાઓ જૂની માઇ ભક્તોની માઁ અંબાના દર્શન કરવાની ઇચ્છા પરિપૂર્ણ થતી જોવા મળી રહી છે. શનિવારે રાષ્ટ્રને અર્પણ થયેલા ગિરનાર રોપ-વે રવિવારથી સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ત્યારે હવે રોપ-વેના માધ્યમ થકી પ્રત્યેક માઇ ભક્ત માઁ અંબાના ગિરનાર પર્વત પર જઈને બિલકુલ સહજતાથી અને આ શાંતિથી દર્શન કરી રહ્યા છે. આજે જેટલી સહજતાથી માઁ અંબાના દર્શન ભાવિકો કરી રહ્યા છે તે તેના માટે સપના સમાન બની રહ્યું છે.
ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય માઇ ભક્તોની ઇચ્છા આજે પૂર્ણ થઇ
કેટલાક ભક્તોએ ETV BHARAT સમક્ષ માઁ અંબાના દર્શન ન કરી શકવાનો વસવસો વ્યક્ત કર્યો હતો, દસકાઓ પહેલા માઁ અંબાના દર્શન કરવાની મહેચ્છા મનમાં રાખીને રહેતા લોકો શારીરિક રીતે અશક્ત અને બીમાર હોવાને કારણે ખૂબ જ કઠિન કહી શકાય તેવી ગિરનાર પર્વત પર પગપાળા યાત્રા કરીને માઁ અંબાના ધામ સુધી પહોંચે તેવું હકીકત બનશે કે કેમ તેને લઈને ખૂબ ચિંતિત હતા.
ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય પરંતુ ગિરનાર રોપ-વે સાકાર થતા દસકાઓ જૂની માઁ અંબાના દર્શન કરવાની માઇ ભક્તોની ઈચ્છા આજે પરીપુર્ણ થતા ભક્તો માઁ અંબાના દર્શન કરીને ખુબ જ ધન્યતા અનુભવી રહ્યા હતા.
ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય