ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં મગફળીના ભાવને 'સરકારનો કેટલો ટેકો?', ખરીદ પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો - State Government

જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળી પર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યાં છે. વિસાવદરના ધારાસભ્યએ જૂનાગઢ કેન્દ્રની મુલાકાત લઈ મગફળીની ખરીદ પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી છે. જેને લઈને પુરવઠા અધિકારીએ આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપતા મામલો હાલ પૂરતો શાંત પડતો જણાઈ રહ્યો છે.

Junagadh
જૂનાગઢ

By

Published : Jan 31, 2020, 9:23 PM IST

Updated : Jan 31, 2020, 9:34 PM IST

જૂનાગઢ: ગત બે દિવસથી જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીને લઈને શંકાઓ ઉદભવી રહી છે. જેને લઈને રાજકારણ પણ કરવામાં આવી રહ્યું છે. આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ખરીદ કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા અને મગફળીની ખરીદીને લઈને 'બધું બરાબર નહીં હોવાનું' જણાવ્યું હતું.

જૂનાગઢમાં મગફળીના ભાવને 'સરકારનો કેટલો ટેકો?', ખરીદ પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો

મામલાને વધુ બગડતો અટકાવવા માટે પુરવઠા વિભાગના અધિકારીએ ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ સમગ્ર મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને ખરીદીમાં કોઈ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હશે તો ખરીદીની પ્રક્રિયામાં સામેલ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલા લેવાની વાત કરતા મામલો હાલ પુરતો શાંત થયો છે.

Last Updated : Jan 31, 2020, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details