ગુજરાત

gujarat

ETV Bharat / state

બાણેજના એકમાત્ર મતદાર માટે મતદાનમથકની પરંપરા અખંડ રહેશે, આ બુથની અનોખી વાત

1લી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કાના મતદાનમાં ( First phase Voting in Gujarat Election ) સૌરાષ્ટ્રની તમામ બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે એકમાત્ર મતદાર (only voter of Banej ) ધરાવતા બાણેજ બુથનો ( Junagadh one voter both ) ચૂંટણી પંચે ખાસ ઉલ્લેખ કર્યો હતો. બાણેજ શિવ મંદિર મંદિરના મહંત હરિદાસબાપુ ( Mahant Haridasbapu ) માટે ખાસ મતદાનની વ્યવસ્થા સાથેનું એક આખું મતબૂથ ઉભું (eci preparations) કરવામાં આવશે.

બાણેજના એકમાત્ર મતદાર માટે મતદાનમથકની પરંપરા અખંડ રહેશે, આ બુથની અનોખી વાત
બાણેજના એકમાત્ર મતદાર માટે મતદાનમથકની પરંપરા અખંડ રહેશે, આ બુથની અનોખી વાત

By

Published : Nov 3, 2022, 9:42 PM IST

Updated : Nov 3, 2022, 10:06 PM IST

ગુજરાતવિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. તે મુજબ આગામી 1લી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન ( First phase Voting in Gujarat Election )હાથ ધરાવા જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે સમગ્ર દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ બુથનો ( Junagadh one voter booth ) ચૂંટણી પંચે ખાસ ઉલ્લેખ કરીને લોકશાહીની આ પરંપરા કેટલી મજબૂત અને અગત્યની છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. બાણેજ શિવ મંદિર મંદિરના મહંત હરિદાસબાપુ (only voter of Banej ) માટે ખાસ મતદાનની વ્યવસ્થા સાથેનું એક આખું મતબૂથ ઉભું કરવામાં આવશે, ચૂંટણી પંચે એકમાત્ર મતદાર માટે બાણેજ ખાતે મતદાન મથક ઉભું કરવાની તૈયારી (eci preparations) દર્શાવી છે.

ચૂંટણી પંચ આ એકમાત્ર મતદાર માટે બૂથ ઊભું કરવા તૈયાર છે

1લી ડિસેમ્બરે મતદાન ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની આજે ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે ચૂંટણીપંચ દ્વારા બાણેજ મતદાન મથકનો ખાસ ઉલ્લેખ કરાયો છે સમગ્ર દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથક ( Junagadh one voter booth )ને લઈને માટે મતદાન મથક ઉભું કરશે. બાણેજ મતદાન મથક પર 1લી ડિસેમ્બરના દિવસે તમામ જરૂરિયાત સાથેનું એક મતદાન મથક શરૂ કરવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરાયો છે.

વર્ષો પૂર્વે મતદાનની પરંપરા માટે એક મતદાતા માટે બાણેજ મતદાન મથક સ્વર્ગસ્થ મતદાર ભરતદાસ બાપુ માટે વર્ષ 2002 થી ઉભુ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોરોનાને કારણે કારણે બાણેજ મંદિરના મહંત ભરતદાસ બાપુ (only voter of Banej ) નું મોત થયું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે એકમાત્ર મતદાન મતદાર ધરાવતા બાણેજ મતદાન મથકને ( Junagadh one voter booth ) બંધ કરી દેવામાં આવશે. પરંતુ ફરી બાણેજ મંદિરના મહંત તરીકે હરિદાસ બાપુની નિમણૂક થતાં આ મતદાન મથક અસ્તિત્વમાં રાખવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય મતદાન મથકની માફક અહીં મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ આઠ કર્મચારી અધિકારીઓની સાથે સુરક્ષા દળના જવાનો પણ તહેનાત કરવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા સુધીના સમય સુધી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અહીં ચુસ્ત સુરક્ષાની વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવે છે. વર્ષ 2002 થી લઈને અત્યાર સુધી પાછલા 19 વર્ષ દરમિયાન બાણેજ બુથ પર પર 100 ટકા મતદાન થતું આવ્યું છે જે આ વર્ષે પણ કોઇ અનિવાર્ય સંજોગોને બાદ કરતા ફરી એક વખત થતું જોવા મળશે.

અનોખી વિશેષતાભારતીય લોકતંત્રની સૌથી મોટી બાબત એ છે કે જે મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે સદાને માટે ગુપ્ત રહે છે પરંતુ બાણેજ મતદાન મથકના મતપત્ર ખુલતાની સાથે જ મત ગુપ્તા રહેતો નથી. એકમાત્ર મતદાર હોવાને કારણે બાણેજ મતદાન મથક પરથી કયા રાજકીય પક્ષના ઉમેદવારોને મતદાતા દ્વારા મત આપવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે જાણી શકાય છે. બાણેજ મતદાન મથકની આ પણ એક અનોખી વિશેષતા છે જેને લઇને પણ એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ મતદાન મથક દેશમાં વિશેષ બની રહે છે.

મહંત હરિદાસ બાપુની પ્રતિક્રિયા ચૂંટણીપંચના આ પ્રયાસને બાણેજ શિવ મંદિરના મહંત હરિદાસ બાપુ (only voter of Banej ) એ આવકારતાં માની રહ્યા છે કે લોકશાહીને ટકાવવા અને તેને મજબૂતી આપવા માટે પ્રત્યેક મત ખૂબ જ મહત્વનો અને અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં જો ચૂંટણી પંચ દ્વારા એકમાત્ર મતદાર માટે આખું મતદાન મથક ( Junagadh one voter booth )ઉભુ કરવામાં આવતું હોય તો પ્રત્યેક મતદારે પણ પોતાના મતદાનનું મૂલ્ય સમજીને લોકશાહીની આ પરંપરાને મજબૂતી મળે તે માટે મતદાન કરવા માટે આગળ આવવું જોઈએ. ચૂંટણી પંચનો આ નિર્ણય મતદાન પ્રક્રિયાને વધુ મજબૂતી આપવાની સાથે લોકશાહીનો ઉત્સવ છે તેને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. તેને લઈને તેમણે ભારતના ચૂંટણી પંચને ખૂબ ધન્યવાદ આપ્યા છે અને ગુજરાતના તમામ મતદારોને પણ હરિદાસ બાપુ વિનંતી કરી રહ્યા છે કે આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરના દિવસે મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનું પર્વ ખૂબ જ ગર્વ પણ ઉજવે.

Last Updated : Nov 3, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details