અમીપુર ડેમ સિંચાઈ યોજના માટે બનાવવામાં આવ્યો છે. ઘેડ વિસ્તારના તમામ ખેડૂતોને અમીપુર ડેમમાંથી કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. અમીપુર ડેમનો દરવાજો બંધ ન થતાં હજારો ગેલન પાણી દરીયામાં વહી જતાં ખેડુતોએ ડેમ ઉપર હોબાળો મચાવ્યો હતો.
અમીપુર ડેમના દરવાજા બંધ ન થતા ખેડુતોનો હોબાળો
જૂનાગઢ: માંગરોળ તાલુકાના બગરસરા ઘેડ ગામથી એક km દુર અમીપુર ડેમ અમીપુર સિંચાઇ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમમાંથી છ-સાત ગામના ખેડુતોને શિયાળુ રવીપાક માટે પાણી આપવામાં આવે છે. ચોમાસાનું પાણી દરીયાઇ વાટે વહી જતાં ખેડુતોએ ડેમ ઉપર હોબાળો મચાવ્યો છે.
etv bharat junagadh
આ અમીપુર ડેમનું હાલ કેનાલનો દરવાજો બંધ ન થતાં અમીપુર ડેમનું પાણી દરીયામાં વહી જતાં ખેડુતોએ શિયાળામાં અને ઉનાળે પીવાના પાણી માટે શું કરશું તેવા સવાલો તંત્ર સામે કર્યા હતા.