ખાસ કરીને જોઈએ તો રેશ્મા પટેલ ભાજપમાંથી અસંતુષ્ટ થઈને NCPમાં જોડાઈ માણાવદર બેઠક પરથી ધારાસભ્ય પદ પર ઉમેદવારી નોંધાવી છે. રેશ્મા પટેલની સામે ભાજપમાંથી જવાહર ચાવડા અને કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી લડી રહ્યા છે. ત્યારે માણાવદર બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને NCPના ત્રણ ઉમેદવાર લડી રહ્યા હોવાથી રસાકસીનો જંગ જામશે તે જોવા મળી રહ્યુ છે.
NCP ગરીબો, ખેડુતો અને ગુજરાતની જનતાને વાચા આપશેઃ રેશ્મા પટેલ
જૂનાગઢઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે પોતાના પ્રચારને પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપી NCPમાં જોડાયેલા રેશ્મા પટેલ પોતાના કાફલા સાથે પ્રચાર માટે મેંદરડા આવી પહોંચ્યા હતા. તેમણે નાનામાં નાના માણસ સુધી પહોંચી તેમની તકલીફોને જાણી હતી. આ દેશને ત્રીજા મોરચાની જરુરત છે.
રેશ્મા પટેલ પોતાના કાફલા સાથે પ્રચાર માટે મેંદરડા આવી પહોંચ્યા
જ્યારે રેશ્મા પટેલે પોતાનો પ્રચાર પુરજોશમાં શરૂ કરીને ત્રીજા મોરચાની વાત કરી હતી. વધુમાં કહ્યુ કે, આવનારા દિવસોમાં અમારી પાર્ટી આગળ વધશે અને ગરીબો, ખેડુતો અને ગુજરાતની જનતાને વાચા આપશે તેવું જણાવ્યું છે.