ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસને પગલે જનતા કરફ્યૂનું જૂનાગઢમાં સમર્થન

કોરોના વાઇરસ સામે લડવા વડાપ્રધાને આજે જનતા કર્ફ્યુનું એલાન કર્યુ હતું. જેને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢના તમામ વેપારીઓ અને લોકો જનતા કર્ફ્યુમાં જોડાઈને તેને પોતાનું સમર્થન આપ્યું હતું.

junagadh
junagadh

By

Published : Mar 22, 2020, 9:38 AM IST

Updated : Mar 22, 2020, 11:51 AM IST

જૂનાગઢઃ કોરોના વાઈરસને હરાવવા માટે હવે સરકારની સાથે લોકો પણ જોડાઇ રહ્યા છે. બે દિવસ અગાઉ વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંદેશમાં આજના દિવસે જનતા કર્ફ્યુનો અમલ કરવાની દેશના નાગરિકોને અપીલ કરી હતી. જેને આજે ખૂબ જ પ્રચંડ સમર્થન મળતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેર અને જિલ્લામાં જનતા કર્ફ્યુ અને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થયું હતું અને શહેરના માર્ગોથી લઈને વેપારી સંકુલો પણ આજે સજ્જડ બંધ જોવા મળ્યા હતા.

કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યુ અને જૂનાગઢમાં સમર્થન
શહેરમાં 24 કલાક માટે રેલવે તેમજ માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો 24 કલાક માટે સંચાલનમાંથી હટાવવાનો નિર્ણય પણ કરાયો છે. જેના કારણે રેલવે સ્ટેશન અને ST ડેપો સૂમસામ ભાસતા હતા. જનતા કર્ફ્યુને લોકોનુ બહોળું જનસમર્થન મળતા શહેરના માર્ગો પણ સૂમસામ બની રહ્યાં હતા. એકલદોકલ વાહનો માર્ગ પર જોવા મળતા હતા. આ વાહનચાલકો પોતાનું જરૂરિયાત કે, અગત્યના કામે નીકળ્યા હશે. તેવું આપણે માની શકીએ છીએ, જે પ્રકારે કોરોના વાઈરસને હરાવવા માટે ચિંતા કરશો નહીં વડાપ્રધાનની અપીલને જૂનાગઢ વાસીઓએ ખભે ઉપાડી લીધી હોય તેમ જનતા કર્ફ્યુને પોતાનુ પ્રચંડ જન સમર્થન આપ્યું હોય તેવું દ્રશ્ય જોતા લાગી રહ્યું છે.
Last Updated : Mar 22, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details