કેરીના શોખીનો માટે આ વર્ષે આવી શકે છે ખાટા-મીઠા સમાચાર, પાક એક મહિનો મોડો બજારમાં આવે તેવી શક્યતા
સ્વાદના શોખીનો માટે જૂનાગઢ અને ગીર પંથકમાંથી ખાટા-મીઠા સમાચાર આવી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝન એક મહિનો મોડી શરૂ થશે, પરંતુ પ્રારંભિક તબક્કામાં જે પ્રકારે આંબા પર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. તેને જોતા એવું કહી શકાય કે આ વખતે કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ ખૂબ સારો આવી શકાય છે.
કેરીના શોખીનો માટે આ વર્ષે આવી શકે છે ખાટા-મીઠા સમાચાર, પાક એક મહિનો મોડો બજારમાં આવે તેવી શક્યતા
જૂનાગઢ : સ્વાદના શોખીનો અને ખાસ કરીને ગીરની કેરીની લહેજત માણવા માટે આખું વર્ષ રાહ જોઇને બેઠેલા કેરીના રસિકો માટે આ વર્ષે થોડા ખાટા-મીઠા સમાચાર આવી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ એક મહિનો જેટલું મોડું થયું છે. જેને લઇને કેરીનો પાક બજારમાં એક મહિનો મોડો આવે તેવી પણ શક્યતાઓ આંબાની ખેતી કરતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક વિશેષ મળે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે.