ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેપારીઓ પર તવાઈ, 36 હજારનો દંડ - Plastics

જૂનાગઢઃ શહેરમાં મનપાના દરોડા પ્લાસ્ટિકનું વહેચાણ કરતા વેપારીઓ પાસેથી 80 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને 36 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કેરીની સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢ મનપા પણ હરકતમાં આવી રહી છે.

જૂનાગઢમાં મનપાના દરોડા પ્લાસ્ટિકના વેપારીઓને 36 હજારનો દંડ

By

Published : May 18, 2019, 10:35 AM IST

કમિશનર ડૉ. સૌરભ પારધીની સીધી સૂચનાથી આજે મનપાના નાયબ કમિશનર પ્રફુલ કનેરિયાની ટીમ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકનું વહેચાણ કરતા એકમો પર તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાય જતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મનપા દ્વારા 50 માઇક્રોનથી નીચેનું પલાસ્ટીક પ્રતિબંધીત છે. ત્યારે શહેરમાં કેટલાક વેપારીઓ આવું પ્લાસ્ટિક વહેચાણ કરતા હોવાની વિગતો મળી હતી.

જૂનાગઢમાં મનપાના દરોડા પ્લાસ્ટિકના વેપારીઓને 36 હજારનો દંડ

ત્યારે અધિકારીઓ દ્વારા દાણાપીઠ વિસ્તારમાં તપાસ કરતા ત્યાંથી 80 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું હતું. જેને લઈને વેપારીઓને 36 હજારનો દંડ વસૂલીને પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details