- મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને કારણે કરવામાં આવ્યો રદ્દ
- પાવનકારી લીલી પરિક્રમા પણ કરોના સંક્રમણને કારણે કરાઈ હતી રદ્દ
- સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે મેળો રદ્દ કરવાનો કર્યો અંતિમ નિર્ણય
જૂનાગઢ: આદિ-અનાદિ કાળથી ભાવનાથી ગિરિ તળેટીમાં યોજાતો આવતો મહાશિવરાત્રીનો મેળો કોરોના કારણે રાજ્ય સરકારે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા પણ કરોના સંક્રમણને કારણે રદ્દ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. ત્યારે આગામી 8મી તારીખથી શરૂ થઇ રહેલો મેળો રદ્દ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. આગામી 8મી માર્ચથી શિવરાત્રી મેળાની આ વર્ષે શરૂઆત થતી હતી પરંતુ જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સંક્રમણ વધુ ન ફેલાય તેને મહત્વ આપીને આ વર્ષે ધાર્મિક મેળાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
આદિ-અનાદિ કાળથી યોજાતો આવતો મહાશિવરાત્રીનો મેળો કોરોનાને કારણે કરાયો રદ્દ મેળો રદ્દ થવાની સાથે ધાર્મિક પરંપરા અને પૂજન વિધિ હિન્દુ શાસ્ત્ર મુજબ થતી જોવા મળશે
રાજ્ય સરકારે મેળો રદ્દ કરવાની જાહેરાત કરી છે પરંતુ જે પ્રમાણે હિંદુ ધાર્મિક વિધિ મુજબ ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ થયા બાદ મહાશિવરાત્રીના દિવસે નાગા સંન્યાસીઓનું મૃગી કુંડમાં સ્નાન થવાની સાથે ધાર્મિક પરંપરાનો મેળો પૂર્ણ થતો હોય છે આ મેળામાં લોકોની હાજરી જોવા નહીં મળે પરંતુ ધાર્મિક વિધિ મુજબ ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મૃગીકુંડમાં નાગા સંન્યાસીઓ દ્વારા મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ પ્રતિકાત્મક સ્નાનવિધિને પૂર્ણ કરીને બિલકુલ ધાર્મિક ઉજવણી સાથે મહાશિવરાત્રીના મેળાની ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. ત્યારબાદ વિધિવત્ રીતે શિવરાત્રીનું પૂજન કરીને મહાશિવરાત્રીનો તહેવાર નાગા સંન્યાસીઓ દ્વારા મનાવવામાં આવશે
આદિ-અનાદિ કાળથી યોજાતો આવતો મહાશિવરાત્રીનો મેળો કોરોનાને કારણે કરાયો રદ્દ