ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં મહાલક્ષ્મી મહાયજ્ઞનું થયું આયોજન, ધરાયો માઁને 56 ભોગ - Mahalakshmi Mahayagna was organized in Junagadh

દિવાળીના તહેવાર ની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ દિવસો દરમિયાન સનાતન ધર્મને ધાર્મિક પરંપરા મુજબ મહાલક્ષ્મીના પૂજન અને દર્શનનો વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. (Mahalakshmi Mahayagna was organized in Junagadh)જુનાગઢમાં માઢ સ્ટ્રીટમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે મહિલાઓ દ્વારા મહાલક્ષ્મી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મહિલાઓએ આહુતિ આપીને દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી

જુનાગઢમાં મહાલક્ષ્મી મહાયજ્ઞનું થયું આયોજન, ધરાયો માઁને 56 ભોગ
જુનાગઢમાં મહાલક્ષ્મી મહાયજ્ઞનું થયું આયોજન, ધરાયો માઁને 56 ભોગ

By

Published : Oct 23, 2022, 10:55 AM IST

જુનાગઢ:દિવાળીનું મહાપર્વ શરૂ થઈ ચૂક્યું છે. આ દિવસો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન દર્શન અને વિશિષ્ટ યજ્ઞનું સનાતન ધર્મમાં ખૂબ મોટું ધાર્મિક મહત્વ જોવા મળે છે, (Mahalakshmi Mahayagna was organized in Junagadh)ત્યારે દિવાળીના દિવસો દરમિયાન મહાલક્ષ્મીને 56 ભોગ વિશેષ મહાયજ્ઞ અને પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા સદાય જળવાઈ રહેતી હોય છે.

જુનાગઢમાં મહાલક્ષ્મી મહાયજ્ઞનું થયું આયોજન, ધરાયો માઁને 56 ભોગ

મંગલકારી પર્વની ઉજવણી:આ ધાર્મિક પરંપરા અનુસાર જુનાગઢ મહાલક્ષ્મી મંદિરે મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ દ્વારા મહાલક્ષ્મી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓએ યજ્ઞમાં આહુતિ આપીને દિવાળીના શુભ અને મંગલકારી પર્વની ઉજવણી કરી હતી. આ મહા યજ્ઞમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને મહાલક્ષ્મીના યજ્ઞમાં આહુતિઓ આપીને દિવાળીના ધાર્મિક તહેવારની ઉજવણી પરંપરાગત રીતે કરતી જોવા મળી હતી.

મહાલક્ષ્મીને 56 ભોગ

56 ભોગના અન્નકૂટ:દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના યજ્ઞની સાથે માતાજીને અન્નકૂટ ધરાવવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ છે, ત્યારે મહાલક્ષ્મી મંદિરે ભાવિકો અને મહિલાઓ દ્વારા વિશિષ્ટ રીતે 56 ભોગના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. જે પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા દિવાળીના તહેવારો દરમિયાન સૌ કોઈ મહાલક્ષ્મીની આરાધના પૂજા અને અનુષ્ઠાન કરતા હોય છે, તેમાં મહાયજ્ઞ અને 56 ભોગ અન્નકૂટનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છે.

મા લક્ષ્મીની કૃપા :તે મુજબ પરંપરાગત રીતે મહાયજ્ઞની સાથે 56 ભોગ અન્નકોટના દર્શન પણ મહાલક્ષ્મીના ભક્તો કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા માઢ સ્ટ્રીટમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે કરવામાં આવી હતી. મંદિરના કાર્યવાહક મહેન્દ્ર મશરુ એ જણાવ્યું હતું કે, "આ વખતે પ્રથમ વખત માતાજીનો અન્નકૂટ અને મહાયજ્ઞ નું આયોજન મંદિર પરિસરમાં કરાયું છે .જેમાં ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મહિલાઓએ ભાગ લઈને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા."

ABOUT THE AUTHOR

...view details