જૂનાગઢમાંથી દારૂની થતી હેરાફેરીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. ધર વપરાશના LPG ટેન્કરમાંથી ગેસની જગ્યાએ 70 લાખનો દારૂ મળી આવ્યો હતો. જૂનાગઢ પોલીસે મળેલી પુર્વ બાતમીના આધારે જૂનાગઢ જેતપુર રોડ પર પડેલા ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 1041 પેટી પરપ્રાંતીય દારૂની બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ, 70 લાખનો દારૂ ઝડપાયો - દારૂના નેટવર્કનો પર્દાફાશ
જૂનાગઢ: જેતપુર રોડ પરથી અંદાજીત 70 લાખનો પર પ્રાંતીય દારૂ ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીને આધારે LPG ટેન્કરની તપાસ કરતા તેમાં છુપાવીને લઇ જવાતો 1041 પેટી દારૂ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો ગેરકાયદેસર ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવામાં આવતી હોય છે. જેને લઇને પોલીસ પણ વધુ સર્તક રહીને કામ કરી રહી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જૂનાગઢ જેતપુર રોડ પર પાર્ક કરવામા આવેલા ગેસના એક ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી 12502 દારૂની બોટલ મળી આવી હતી. જેને જપ્ત કરીને ટેન્કરના નંબર પરથી અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ભોજન પરસાળ કરતો એક યુવાન પણ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. ફરી આજે જૂનાગઢમાંથી ગેસનું ટેન્કર દારૂથી ભરેલું ઝડપાયું છે. જેને લઇ દારૂના વ્યવસાય સાથે સંકળાએલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.