ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવાયાના સિંહોને પરત આ વિસ્તારમાં લાવવાની માંગ સાથે રાજુલામાં સિંહ પ્રેમીઓએ કર્યું ધરણા પ્રદર્શન - Gir Panthak

રાજુલાના કોવાયા વિસ્તારમાંથી ગત દિવસો દરમિયાન પાંચ જેટલા સિંહણે અન્યત્ર ખસેડવાને લઈને હવે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે(મંગળવાપ) રાજુલામાં સિંહ પ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રાજુલા વનવિભાગની કચેરીએ સૂત્રોચ્ચાર કરીને સિહોને પરત કોવાયા વિસ્તારમાં મુકવાની માગ કરી રહ્યા છે.

bb
કોવાયાના સિંહોને પરત આ વિસ્તારમાં લાવવાની માંગ સાથે રાજુલામાં સિંહ પ્રેમીઓએ કર્યું ધરણા પ્રદર્શન

By

Published : Aug 25, 2021, 2:35 PM IST

  • રાજુલાના કોવાયામાંથી સિંહોને ખસેડવાના મામલો બની રહ્યો છે ચર્ચાસ્પદ
  • સિંહ પ્રેમીઓએ સ્થળાંતર કરેલા સિંહોને પરત લાવવા માટે આપ્યું આવેદનપત્ર
  • આગામી 26 તારીખે પ્રેમપરામાં સિંહ પ્રેમીઓનું મળશે મહાસંમેલન

જૂનાગઢ: ગીર પુર્વની શેત્રુંજી રેન્જ માંથી ગત દિવસો દરમિયાન પાંચ જેટલા સિંહોને વન વિભાગે અન્યત્ર વિસ્તારમાં સ્થળાંતર કર્યા છે જેને લઇને હવે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે સિંહ પ્રેમીઓ દ્વારા રાજુલાના કોવાયા વિસ્તારમાંથી લઈ જવામાં આવેલા 5 સિંહોને પરત આ વિસ્તારમાં લાવવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર રાજુલા પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું અને માગ કરી હતી કે વન વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. તેની સામે તેઓ સહમત નથી અને આ વિસ્તારની શાન સમાન જંગલના રાજા સિહ ને પરત કોવાયા વિસ્તારમાં લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

કોવાયાના સિંહોને પરત આ વિસ્તારમાં લાવવાની માંગ સાથે રાજુલામાં સિંહ પ્રેમીઓએ કર્યું ધરણા પ્રદર્શન

આ પણ વાંચો : 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો થશે શરૂ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ કરી જાહોરાત

આગામી 26 તારીખે પ્રેમપરામાં સિંહ પ્રેમીઓનું મળશે મહાસંમેલન

મંગળવારે રાજુલામાં સિંહ પ્રેમીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી 26મી તારીખે પ્રેમપરા વિસ્તારમાં સિંહ પ્રેમીઓ દ્વારા મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં રાજુલાના કોવાયા વિસ્તારમાંથી લઈ જવામાં આવેલા પાંચ સિંહને પણ આ જ વિસ્તારમાં પરત છોડવામાં આવે તેવી માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત પણ રાજ્યના સિંહ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં વન વિભાગ સિહોને મુક્ત કરવાને લઈને કેવા પગલાં ભરી રહ્યું છે તેના પર હવે સૌ કોઈની મીટ મંડાયેલી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details