ગુજરાત

gujarat

ETV Bharat / state

સાસણમાં નાગરાજ સિંહનું થયુ મોત, જંગલમાં છવાયો શોક - gujaratinews

જૂનાગઢ: ગીરની શાન અને જેના પર સમગ્ર સાસણનું આધિપતિ હતું તે નાગરાજ સિંહનુ ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. જેને લઇ સમગ્ર જંગલમાં શોકનો માહોલ છવાયો છે.

સાસણમાં નાગરાજ સિંહનું થયુ મોત

By

Published : May 23, 2019, 3:49 AM IST

નાગરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ગીર અને સાસણ વિસ્તારમાં જંગલની શાન માનવામાં આવતો હતો. નાગરાજનું બીમારીથી મોત થતા વનવિભાગના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. છેલ્લા થોડા સમયથી નાગરાજ બીમાર પડી જતા વનવિભાગના અધિકારી દ્વારા નાગરાજને તબીબી સારવાર આપવામાં આવી હતી. નાગરાજનું મોત થતા સમગ્ર જંગલ અને વન વિભાગમાં શોક છવાયો હતો.

સાસણમાં નાગરાજ સિંહનું થયુ મોત

ABOUT THE AUTHOR

...view details