ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળના ગામમાં વીજ ધાંધિયાથી ગ્રામજનો પરેશાન, તંત્ર નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલ !

જૂનાગઢ: માંગરોળ તાલુકાના કંકાશા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ગુલ થઈ જતા ગ્રામજનો હેરાન થઈ ગયા હતા. તેમને આ અંગે વીજ કચેરીમાં રજૂઆત કરી હતી. ત્યારે વીજ અધિકારીઓએ બેદકારીભર્યુ વલણ દાખવ્યું હતું. જેથી ગ્રામજનોએ વીજકચેરીનો ઘેરાવ કર્યો હતો. છતાં વીજ અધિકારીએ ગ્રામજનોને જવાબ આપવાની તસ્દી લીધી નહોતી. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

માંગરોળના કંકાશા ગામમાં ત્રણ દિવસથી વીજળી ગુલ.
માંગરોળના કંકાશા ગામમાં ત્રણ દિવસથી વીજળી ગુલ.

By

Published : Jan 15, 2020, 5:32 AM IST

કંકાશા ગામમાં વીજ તાર તૂટી ગયા હોવાથી છેલ્લા 48 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ હતી. ગ્રામજનોએ વીજકચેરીમાં કોલ તેની જાણ કરી હતી. ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપી ગ્રામજનોની ફરિયાદ સામે આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે ખેડૂતોને વીજળી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માંગરોળના કંકાશા ગામમાં ત્રણ દિવસથી વીજળી ગુલ.

આમ, અનેક રજૂઆતો છતાં વીજ અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હોવાથી સરપંચ સહિત 35 લોકોએ વીજકચેરીનો ઘેરાવ કર્યો હતો. છતાં વીજ અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જ્યાં સુધી વીજ પાવર નહીં આવે ત્યાં સુધી કચેરીમાં જ રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details