ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસને વધુ એક ફટકો, લાલજીભાઇ જોડાયા ભાજપમાં... - BJP

જૂનાગઢઃ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય ભાજપમાં જોડાયા છે. ડુંગરપુર સીટ પર કોંગ્રેસ ઉમેદવાર લાલજીભાઈ ડોબરીયાએ કોંગ્રેસને રામ-રામ કરી ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતના વધુ એક સભ્યે કેસરિયો ખેસ ધારણ કરતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

bjp

By

Published : Apr 12, 2019, 3:49 AM IST

ડુંગરપુર સીટ પરથી ચૂંટણી જીતીને પંચાયત પહોંચેલા લાલજીભાઈ ડોબરિયાએ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા વંથલીમાં ભાજપનું સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યપ્રધાની હાજરીમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ સેજાભાઇ કરમટા સહીત 6 જેટલા સભ્યો ભાજપમાં જોડયા હતા. હવે જ્યારે કારોબારી ચેરમેન લાલજીભાઈ ડોબરીયા પણ ભાજપમાં જોડાતા જિલ્લા પંચાયતમાં સત્તાના સમીકરણો બદલાઈ તો નવાઈ નહીં.

લાલજીભાઇ જોડાયા ભાજપમાં

ABOUT THE AUTHOR

...view details