ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં બોટલિંગ પ્લાન્ટમાંથી કંપનીની બોટલમાં સોડા ભરતા ઝડપાયા - પોલીસે

જૂનાગઢઃ કેશાેદના રાજનગર સોસાયટીમાં ચંદુભાઇ ભગવાનજીભાઇ ધડુકના રહેણાંક મકાનના નીચેના ભાગે ગોડાઉનમાં ઠંડાપીણા પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડીંગ લીમીટેડ કંપનીની Dukes, 7up, Pepsi તેમજ nibus જેવી જુદી જુદી બ્રાન્ડની ખાલી બાેટલમાં અન્ય ઠંડુ પીણું ભરી ઉત્પાદન અને વેચાણ થતું હોય તેવી જાણ થતાં પેપ્સી કંપનીના કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જૂનાગઢમાં બોટલિંગ પ્લાન્ટમાંથી કંપનીની બોટલમાં સોડા ભરતા ઝડપાયા

By

Published : Sep 1, 2019, 9:24 AM IST

જિલ્લાના આેર્થોરાઇઝડ અધિકારીઓ ભુપેન્દ્ર બલવીર બિન્દ્રા, દિપકકુમાર શુભેભાઇ ટોક્સ, મિતીનભાઇ ભીખાભાઇ પટેલ તેમજ અશ્વીનકુમાર મંગળદાસ પટેલેને બાતમી આધારે પીએસઆઇ એચ ડી વાઢેર, જયેશભાઇ નારણભાઇ ભેડા, રઘુવીરસિંહ જેઠસુરસિંહ સીસોદિયા તેમજ કનકભાઇ જીવણાભાઇ સીંધવ સાથે રાખી તેની માહીતી મેળવી રેડ પાડી હતી.

જૂનાગઢમાં બોટલિંગ પ્લાન્ટમાંથી કંપનીની બોટલમાં સોડા ભરતા ઝડપાયા

રેડ પાડતા પેપ્સી કંપનીના લોગાવાળી ભરેલ બોટલ નંગ 300 કુલ કિંમત 3000 અને ખાલી બોટલ નંગ 564 કુલ કિંમત 2820 અને ખાલી કેરેટ 30 સાથે મળી કુલ 5820નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ધી કોપીરાઇટ એકટ 1957ની કલમ 63, 64 અને 65 હેઠળ ફરીયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details