ટોર્ચના અજવાળે 60 ફૂટના કૂવામાં પડેલી બિલ્લીનું રેસ્ક્યુ કેશોદઃત્રણ દિવસથી 60 ફૂટ ઊંડા કુવામાં પડેલી બિલાડીનું લાયન નેચર ટીમે રાત્રે એક વાગ્યે કર્યું સફળ રેસ્ક્યુ કર્યું હતું. જેમાં પશુ પકડવાની જાળીનો ઉપયોગ કરીને બિલાડીને કુવામાંથી કાઢવામાં આવી હતી. રાત્રીના અંધારામાં જ્યારે કોઈ પશુ અજાણતા કુવામાં પડી જાય છે. ત્યારે ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી જેમાં એક બિલાડી કૂવામાં પડી હતી. એટલું જ નહીં આ બિલાડી ત્રણ ત્રણ દિવસ સુધી અંદર રહી હતી. પછી પશુપ્રેમી સંસ્થાએ પોતાના પ્રયાસોથી એને બચાવી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચોઃ Junagadh News : કેશોદમાં શ્રમિકો દ્વારા ફિનાઈલ ગટગટાવવાના મામલામાં ખંડણીનું કારણ સામે આવ્યું
આંધળી દોટ મૂકતાં:કેશોદના માણેકવાડા ગામે એક ખેડુતની વાડીના કુવામાં બિલાડી પડી જતાં લાયન નેચર રેસ્કયુ ટીમ દ્વારા કુવામાં ઉતરી બિલાડીનું રેસ્કયુ કરી બચાવી લેવામાં આવી હતી.સામાન્ય સંજોગોમાં જંગલી પ્રાણી શિકાર કરવા આંધળી દોટ મૂકતાં હોય છે. તેવા સંજોગોમાં પ્રાણીઓ કુવા કે ઊંડા ખાડામાં પડી જતાં હોય છે. તો ક્યારેક તેમણે જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે.
પરિવાર સેવાને બિરદાવી:કેશોદ થી 10 કિમી દૂર આવેલું માણેકવાડા ગામે ખેડૂત ભરતભાઈ સોનારાની વાડીના કુવામાં ત્રણ દિવસ પહેલાં બિલાડી પડી ગઈ હતી. તેથી આ બિલાડી બચાવવા ખેડૂત પરિવાર તેમને ખોરાક પૂરો પાડતા હતા. બિલાડી કૂવામાં લાંબો સમય જીવિત રહી શકે તેમ ન હોવાથી ખેડૂત પરીવારને લાયન રેસ્કયુ ટીમનો કોન્ટેક કરતા રેસ્ક્યુ ટીમના તમામ સભ્યોએ રાતે અંધારામાં ટોર્ચના પ્રકાશથી સાહસ કરી કૂવામાં ઉતરી બિલાડીને બચાવી લીધી હતી.લાયન રેસ્ક્યુ ટીમના સભ્યોની કામગીરી થી પ્રભાવિત થઈ ખેડુત પરિવાર સેવાને બિરદાવી હતી.
આ પણ વાંચોઃ કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા
રેસ્કયુ ટીમના સભ્ય:આ રેસ્ક્યુ કામગીરી સફળ બનાવવા લાયન રેસ્કયુ ટીમ નિરવ લશ્કરી, મહેશ પરમાર,પાર્થ રાવરાણી, હાર્દિક રાવલિયા, ગોગરાજ ખટીક, પ્રતિક નિમ્બાર્ક, પુનિત કુંભાણી, લખન પરમાર, અજય સોનિયા, તરંગ શિંગાળા, મોહિત કોદાવલા, પ્રદીપ ચૌહાણ તેમજ કુવામાં ઉતરનાર એલએનસીના સભ્ય સંજય ધંધાણિયા જોડાયાં હતાં. લાયન રેસ્ક્યુ ટીમના સભ્યોની કામગીરી થી પ્રભાવિત થઈ લોકોએ સેવાને બિરદાવી હતી.