ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ, તમામ સુવિધાઓ પુર્ણ - facilliti

જૂનાગઢ: શહેરમાં આવેલા કેશોદને નવાબી કાળથી એરપોર્ટની અમુલ્ય ભેટ મળેલી છે. પરંતુ બે દશકાથી વિમાની સંવા બંધ છે, જે ફરીથી શરૂ થવા જઈ રહી છે. હાલમાં કેશોદ એરપોર્ટમાં રીનોવેશન કરીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ

By

Published : Apr 26, 2019, 2:52 AM IST

જેમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવા માટે આધુનિક મશીન, વિમાની સેવાનો લાભ લેનાર મુસાફરો માટે આધુનિક બેઠક વ્યવસ્થા માટેનો હોલ, પીવાનાં પાણી માટે આરઓ પ્લાન્ટ, માલ પરિવહન ટ્રોલી, અગ્નિશામક સામગ્રી, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ તેમજ સમગ્ર એરપોર્ટ CCTV કેમેરાથી સજ્જ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિમાની સેવા શરૂ કરવા માટેની તમામ સુવિધાઓ પુર્ણ થઈ ગઈ છે.

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ

કેશોદ એરપોર્ટ ડાયરેક્ટર શુભેનદુ કૃષ્ણ શરણે મીડીયાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક વષૅથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા વહીવટી પ્રક્રિયા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં DGCA અને OLSની કામગીરી પુર્ણ થઈ છે. એરપોર્ટના તમામ જરૂરી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ ખાતે અધિકારીઓ કમૅચારીઓ ફાળવી આપવામાં આવ્યાં છે, ત્યારે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવાબીકાળથી બનેલું કેશોદનું એરપોર્ટ સાત દશકાને વટાવી ગયું અને આશરે બે દશકાથી કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે વિમાની સેવા બંધ છે. ત્યારે હજુ સોરઠવાસીઓએ કેશોદ એરપોર્ટમાં વિમાની સેવાનો લાભ લેવા કેટલા દશકા રાહ જોવી પડશે તે જોવાનું રહ્યું. હવાઇયાત્રા કરવા થનગનતા સોરઠવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details