ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં આરોગ્ય વિભાગે અખાદ્ય કેરી વેચતા વેપારીઓને ફટકાર્યો દંડ

જૂનાગઢ: કેરીની સીઝન શરૂ થતા જૂનાગઢ મનપાના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. મદદનીશ કમિશનર પ્રફુલ કનેરિયાની ટીમે શહેરમાં તપાસ કરીને અખાદ્ય કેરીના વિક્રેતાઓને દંડ કર્યો હતો.

By

Published : May 3, 2019, 11:27 AM IST

સ્પોટ ફોટો

કેરીની સીઝન શરૂ થતા જ જૂનાગઢ મનપા હરકતમાં આવી ગઈ છે. તાજેતરમાં રાજ્યની વડી અદાલત પણ કેરીને કાર્બાઇડ દ્વારા પકવીને વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેને ડામવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.

જૂનાગઢમાં આરોગ્ય વિભાગે અખાદ્ય કેરીના વેપારીઓને ફટકાર્યો દંડ

જૂનાગઢ જિલ્લા કલેકટરના આદેશને લઈને મનપાના મદદનીશ કમિશનર પ્રફુલ કનેરિયાની ટીમ દ્વારા જૂનાગઢ શહેરમાં કેરીનો વેપાર કરતા વેપારીઓના ગોડાઉનમાં તપાસ કરીને અખાદ્ય અને કાર્બાઈડથી પકવેલી કેરીનો નાશ કરીને વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details