સંસ્મરણો વાગોળવામાં આવ્યાં જૂનાગઢ : 15 વર્ષ બાદ જૂનાગઢના આંગણે ભારતીય સેનામાં યશસ્વી અને સફળતાપૂર્વક સેવાઓ પૂર્ણ કરીને પૂર્વ સૈનિક બનેલા ભારતીય સેનાના સેવા નિવૃત્ત જવાનો અને વીરનારીઓ સહિત પૂર્વ સૈનિકોનું એક સંમેલન આયોજન થયું હતું. જેમાં ભારતીય સેનાના જામનગર બેઝના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 વર્ષ બાદ પૂર્વ સૈનિકો તેના પરિવારો અને વીરનારીઓ એક મંચ પર એકઠા થયા હતા. સેનાની સારી અને નરસી બાબતો સૈનિકોના સેવાકાળ દરમિયાન જે ઘટનાઓ ઓપરેશન અને યુદ્ધ જેવી સ્થિતિનું આજે સંસ્મરણો વાગોળવામાં આવ્યાં હતાં.
અહીંથી પાકિસ્તાનની સરહદ બિલકુલ નજીક હતી આવા સમયે ભોજનની પણ ચિંતા કર્યા વગર એક માત્ર દેશ માટે સેવા કરવાની તક મળી છે તે આજે પણ જીવનના એક સંસ્મરણ સમી જોવા મળે છે...રમેશભાઈ પરમાર (સેવા નિવૃત્ત સૈનિક)
પૂર્વ સૈનિકોના અનેક પ્રશ્નો : ભારતીય સેનામાં 30 વર્ષ જેટલા સમય સુધી ફરજ નિભાવીને સેવા નિવૃત થયેલાની સાથે શહીદ વીર સૈનિકોની વીરનારીઓ અને પૂર્વ સૈનિકોના પરિવારજનોને આજે કેટલાક પ્રશ્નો હજુ પણ વણ ઉકેલ્યા જોવા મળે છે. જેની રજૂઆત આજે જામનગરથી આવેલા સેનાના અધિકારીઓ સમક્ષ પૂર્વ સૈનિકો અને વીરનારીઓ કરવા જઈ રહી છે. આરોગ્ય પરિવારને પેન્શન અને સેવા નિવૃત્તિના સમયે મળતા આર્થિક લાભો આજે પણ કેટલાક પૂર્વ સૈનિકો અને વીરનારીઓને પ્રાપ્ત થયા નથી. અથવા તો તેને પ્રાપ્ત કરવા માટે ખૂબ લાંબા સમયથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ તમામ જટિલ અને વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે આજે સેનાના જામનગર સ્થિત બેઝ ના અધિકારીઓ સમક્ષ પૂર્વ સૈનિકો અને વીરનારીઓ તેમની રજૂઆતો પણ કરશે.
પૂર્વ સૈનિકોએ આપ્યો પ્રતિભાવ : ભારતીય સેનામાં સફળતાપૂર્વક ફરજ બજાવીને સેવા નિવૃત્ત બનેલા રમેશભાઈ પરમારે ઈ ટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની મનાતી કારગીલની લડાઈ બાદ તેઓ સેવા નિવૃત્ત થયા છે. કારગીલ લડાઈ વખતે તેઓ પોખરણ રેન્જમાં ફરજ બજાવતા હતાં.
કેપ્ટન પરબતભાઈ કરંગીયાનો પ્રતિભાવ :ભારતીય સેનામાં 30 વર્ષની સફળતાપૂર્વક સેવા કર્યા બાદ નિવૃત્ત થયેલા કેપ્ટન પરબતભાઈ કરંગીયાએ ઈટીવી ભારત સમક્ષ તેમની સફળતાની યશગાથા વર્ણવી હતી. વર્ષ 1993 94માં આફ્રિકાના સોમાલીયામાં ભારતીય શાંતિ સેના તરીકે ઓપરેશનમાં આ ભાગ લેવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 1996 થી 98 સુધી કાશ્મીરની આર આર પલટનમાં પણ આંતકવાદીઓ સામે યુદ્ધ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. પુલવામાં હુમલા વખતે પણ તેઓ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતાં. આ તમામ યાદગાર પ્રસંગો આજે 15 વર્ષ બાદ એક છત નીચે એકઠા થયેલા તમામ પૂર્વ સૈનિકો વાગોળી રહ્યા છે.
- ધરમપુરના બારોલીયા ગામે પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
- શતાબ્દી પૂર્વ સૈનિક ચંડીપ્રસાદ જોશીએ તેમનો 104મો જન્મદિવસ ઉજવ્યો
- Martyred Soldier : સુરતમાં છ દાયકા બાદ પરિવારને મળ્યો તેમના શહીદ પુત્રનો ફોટો