ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાના ચૂંટણી પરિણામો બાદ ભાજપના રણનીતિકાર હળવા મૂડમાં

જૂનાગઢ: મનપાના ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા છે. આ પરિણામોમાં ભાજપને જૂનાગઢમાં ઐતિહાસિક જીત મળી છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ગોરધન ઝડફિયા અને નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

જૂનાગઢ મનપાના ચૂંટણી પરિણામો બાદ

By

Published : Jul 23, 2019, 10:39 PM IST

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તેમની શક્તિઓને મેદાનમાં ઉતારી હતી. જૂનાગઢ મનપા પર કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા હતા. ભાજપ, કોંગ્રેસ અને NCP દ્વારા પ્રદેશ નેતાઓને જૂનાગઢના જંગમાં ઉતારીને જૂનાગઢ જીતવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે એક મહિનાની અથાગ મહેનત બાદ ભાજપને આ ગઢ જીતવામાં સફળતા મળી છે.

ભાજપના રણનીતિકાર જોવા મળ્યા હળવા મૂડમાં

ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણી જીતવાની પ્રકિયા હાથ ધરી હતી. જૂનાગઢના પ્રભારી તરીકે નિમાયેલા ગોરધન ઝડફિયા અને નીતિન ભારદ્વાજ દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી જીતવાની રણનીતિ ધડવામાં આવી હતી. ત્યારે વિવિધ વોર્ડમાં જ્ઞાતી અને જાતિનું સમીકરણ સાધીને પક્ષને વધુ મજબૂત કરી શકાય તે માટે નું મનોમંથન તેમજ ચૂંટણી પ્રચારમાં પ્રદેશ થી લઇને રાજ્ય સરકારના પ્રધાનોને ક્યારે ,કેમ અને કેટલી સંખ્યામાં બોલાવવા તે માટે આયોજનનું માઈક્રો પ્લાનિંગ કર્યું હતું.

ચૂંટણી પરિણામના દિવસે ભાજપને મોટી સફળતા મળી છે. એક મહિનાની અથાગ મહેનતથી આ પરિણામો અપેક્ષિત હોય તેવું સૌ કોઈ માની રહ્યા છે. ચૂંટણી પરિણામો બાદ ભાજપના નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.પરિણામો બાદ ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયા અને નીતીન ભારદ્વાજ પરિણામોની ખુશી અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ થઈ હતી. તને લઈને આજે તેમનો મૂળ હળવો કરીને મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details