ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશ વિસર્જનને લઈને જૂનાગઢ મનપાએ બનાવ્યો એક્શન પ્લાન, વિસર્જન કુંડ બનાવવાની કરી વ્યવસ્થા

જૂનાગઢ: આગામી ગણેશ વિસર્જનને લઈને જૂનાગઢ મનપાએ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે, જે મુજબ હવે કુદરતી પ્રવાહિત પાણીના પ્રવાહમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન પર પ્રતિબંધ ફરમાવી ને ભવનાથ વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે એક ખાસ કુંડની વ્યવસ્થા કરી અને આ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થાય તેને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે

ગણેશ વિસર્જનને લઈને જૂનાગઢ મનપાએ બનાવ્યો એક્શન પ્લાન, વિસર્જન કુંડ બનાવવાની કરી વ્યવસ્થા

By

Published : Sep 4, 2019, 6:12 AM IST

આગામી દિવસોમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવાનુ ધીરે-ધીરે શરૂ થશે ત્યારે ગણેશ પ્રતિમાઓના વિસર્જનની લઈને પણ જૂનાગઢ મનપાએ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ભવનાથમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમ નજીક મનપા દ્વારા એક ખાસ પ્રકારનો પાણીનો કુંડ તૈયાર કરાયો છે. જેમાં ગણેશભક્તો દુદાળા દેવની પ્રતિમાનું વિસર્જન કરીને પુણ્યનુ ભાથુ બાધશે.

ગણેશ વિસર્જનને લઈને જૂનાગઢ મનપાએ બનાવ્યો એક્શન પ્લાન, વિસર્જન કુંડ બનાવવાની કરી વ્યવસ્થા
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પ્રતિમાઓના વિસર્જનની ને લઈને જુનાગઢ મમપા ચિંતામા જોવા મળતી હતી. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં કુદરતી રીતે પ્રવાહિત પાણીની નદીઓ અને તળાવોમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થતા કુદરતી પાણી પ્રદૂષિત થતું હતું અને તે નદીના પ્રવાહમાં તણાઈને દૂર સુધી પાણીને પ્રદૂષણ યુક્ત કરતું હતું ત્યારે જૂનાગઢ મનપાએ ભવનાથ વિસ્તારમાં કૃત્રિમ પાણીના કુંડ તૈયાર કરીને સંભવિત પાણીના પ્રદુષણ ને ખાળવા માટેનો પ્રયાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details