ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોથા તબક્કાના લોકડાઉનમાં જૂનાગઢને મળી શકે છે કેટલીક વિશેષ છૂટછાટ

ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં આવી રહ્યું છે, ત્યારે ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ શહેર અને જિલ્લા માટે કેટલીક વિશે છૂટછાટો મળવાની પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.

Junagadh
લોકડાઉનમાં જૂનાગઢ

By

Published : May 18, 2020, 11:39 AM IST

જૂનાગઢ : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં આવવા જઈ રહ્યું છે, ત્યારે ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ શહેર અને જિલ્લા માટે વધુ કેટલીક વિશેષ છૂટછાટ ચોથા તબક્કાના લોકડાઉનમાં મળવાની શક્યતાઓ જોવાઇ રહી છે. રાજ્ય સરકાર ચોથા તબક્કાનું લોકડાઉન અને તેમાં આપવામાં આવતી છૂટછાટોને લઈને જાહેરાત કરી શકે છે.

ચોથા તબક્કાના લોકડાઉનમાં જૂનાગઢને મળી શકે છે કેટલીક વિશેષ છૂટછાટ
ચોથા તબક્કાનુ જે લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. તેમાં આગળના ત્રણ તબક્કામાં જે છૂટછાટો આપવામાં આવી હતી. તેમાં વધુ કેટલીક સુવિધાઓનો ઉમેરો થઇ શકે છે. આવતી કાલથી શહેરમાં સિટી બસ અને ઓટો રીક્ષાનું સંચાલન ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે, તો બીજી તરફ પાછલા 3 લોકડાઉનમાં સદંતર બંધ રહેલી તમાકુ, પાન માવા મસાલાની દુકાનો કેટલીક કલાકો પૂરતી અને દિશા-નિર્દેશોના ચુસ્ત અમલ સાથે ખોલવાની શરતી મંજૂરી મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details