દરેક વય જૂથના આંબાને કલટાર રસાયણ આપવુ સાબિત થશે નુકસાનકારક જૂનાગઢ:કેરીની સીઝન હવે બે મહિના દરમિયાન ફુલ બહારમાં ખીલતી જોવા મળશે. આંબાના પાકમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન અને અંતે કલટાર રસાયણ આપવાની ભલામણો કરાઈ છે. પરંતુ આ ભલામણો ચોક્કસ પ્રકારના આંબાના ઝાડ અને વય જૂથ ધરાવતા વૃક્ષને આપી શકાય છે. તમામ પ્રકારના આંબાને કલટાર રસાયણ આપવાથી આંબાનું આયુષ્ય ઘટે છે. જેનું નુકસાન ખેડૂતોને થશે.
અભિશાપ બની શકે છે:આગામી બે મહિના દરમિયાન ફળોના રાજા તરીકે જેની ગણતરી થાય છે. એવી કેસર કેરીનો પાક ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. આંબાવાડીયાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો આંબામાં કલ્ટાર રસાયણ આપવાની પરંપરા પાછલા કેટલાક વર્ષોથી શરૂ થયેલી છે. કૃષિ સંશોધનકારો અને ખાસ કરીને ફળ પાકના સંશોધન બાદ જે પરિણામો સામે આવ્યા છે. તે મુજબ કલ્ટાર નામનું રસાયણ વૃદ્ધિને અટકાવતું હોવાથી જો તેના નિર્ધારિત ડોઝ મોટી ઉંમરના આંબાને આપવામાં આવે તો તેમાં નવેમ્બર માસ દરમિયાન મોર આવવાની શક્યતા વધી જાય છે. કલ્ટાર આબાની વૃદ્ધિને અટકાવે છે. સમયસર મોર લાવવા માટે આંબાના પાકમાં કારગર રસાયણ સાબિત થયું છે. પરંતુ કલટારનો આડેધડ ઉપયોગ આંબાના આયુષ્યને ઘટાડવા માટે પણ કારણભૂત માનવામાં આવે છે.
આ પણ વાંચો Junagadh Mango: ભેજ-તડકો, ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે
કલટાર આપવું હિતાવહ:કૃષિ સંશોધનકારોએ કલટાર રસાયણનું સંશોધન કરતા એવા તારણો સામે આવ્યા છે. આંબાના પાકને નવેમ્બર મહિનામાં કે જેને આંબામાં ફૂલ આવવાની ખૂબ જ સચોટ અને યોગ્ય સમય માનવામાં આવે છે. આવા સમયે 15 જુલાઈની આસપાસ આબામાં કલટાર આપવામાં આવે તો તે કારગર રસાયણ સાબિત થઈ શકે છે. સંશોધનકારો એ કલ્ટાર રસાયણ પરના સંશોધનમાં જે સચોટ તારણો સામે આવ્યા છે. તે મુજબ મોટી વય જૂથના આંબાને કે જેમાં મોર આવવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હોય આવામાં આંબાના ઝાડને જુલાઈ મહિનામાં કલટાર આપવુ એકદમ હિતાવહ માનવામાં આવે છે. પરંતુ તેનો આડેધડ ઉપયોગ આંબાના ઝાડને અકાળે અપરિપક્વ પણ બનાવી શકે છે.
આ પણ વાંચો ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન
કૃષિ સંશોધનકારોએ કલટાર પર જે સંશોધન કર્યું છે. તે મુજબ યુવાન વય જૂથના આંબાને રસાયણ આપવું એકદમ નુકસાનકારક માનવામાં આવે છે. કલ્ટાર રસાયણ સ્વભાવે આંબાની વૃદ્ધિને અટકાવીને મોર આવવાની ક્રિયાને વેગવંતી બનાવે છે. જેને કારણે દેશી ભાષામાં કહીએ તો આંબો નીચોવાઈ જતો હોય છે. આવી પરિસ્થિતિમાં યુવાન વય જુથના આંબાને જો કલટાર નામનું રસાયણ આપવામાં આવે તો આંબો અકાળે વૃદ્ધ બની જાય છે. તેમાં કેરીનું ઉત્પાદન અમર્યાદિત કે અચોક્કસની સાથે કેટલાક કિસ્સામાં કાયમી ધોરણે મોર આવવાની પ્રક્રિયા પણ બંધ થઈ જાય છે. જેથી કલટાર રસાયણ નો ઉપયોગ મોટી ઉંમરના આંબાને આપવાનુ વધારે હિતાવહ માનવામાં આવે છે-ડો. ડી.કે વરુ (etv ભારત સાથેની વાતચીતમાં)
કૃષિ પદ્ધતિને અનુસરવી:કલ્ટાર નામનું રસાયણ આંબાના ઝાડમાં વૃદ્ધિને અટકાવવાનું કામ કરે છે. જેથી તેને આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ અપનાવવામાં આવી છે. તે મુજબ આંબાના ઝાડની ફરતે ખામણું કરવામાં આવે છે. જેમાં રીંગ અથવા તો જમીનમાં છિદ્ર પાડીને કલ્ટાર રસાયણ આપવાની પદ્ધતિ છે. તેનું માપ પણ નિર્ધારિત કરેલું છે. માપ કરતા વધારે કે ઓછું કલ્ટાર રસાયણ આપવામાં આવે તો આંબામાં અનુકૂળ કે પ્રતિકૂળ અસરો પણ ઉત્પન્ન કરી શકે છે.
કલટાર આપી શકાય:આંબાના ઘનિષ્ઠ પ્રકારના વાવેતરમાં કલ્ટાર આપી શકાય છે. જેમાં કોઈ પણ વય જૂથના આંબાને કલ્ટાર રસાયણ આપી શકાય છે. ઘનિષ્ઠ વાવેતરના આબા ઓ કે જેને કૃષિ સંશોધનકારો હાઈડેન્સિટી ના વૃક્ષ તરીકે જુએ છે. આવા વાવેતરમાં કલ્ટાર કોઈ પણ વય જૂથના આંબાને આપી શકાય એટલા માટે કે ઘનિષ્ઠ વાવેતરની મર્યાદા 10 થી 15 વર્ષ સુધી નિર્ધારિત કરેલી હોય છે. ત્યારબાદ આ આંબામાં કોઈપણ પ્રકારનું કેરીનું ઉત્પાદન થતું નથી. માટે ઘનિષ્ઠ વાવેતરમાં યુવાન આંબાઓ હોય તો પણ તેમાં કલ્ટાર રસાયણ આપી શકાય છે. પરંતુ સામાન્ય આંબાવાડીયા ઓમાં યુવાન વયના આંબાને કલટાર આપવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.