ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢના કેશોદના વેપારીએ ઈ-બાઇકની એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી

ઈલેક્ટ્રીક વાહનોની(electric vehicles in india) માંગની વચ્ચે ઓનલાઇન છેતરપિંડી કરતાં ગિરોહ પણ થયા સક્રીય. જૂનાગઢ જિલ્લાના કેશોદની એક પાર્ટીને રૂપિયા 30 લાખ કરતા વધુની ઇ-બાઇકની(e-bike currency) ઓનલાઇન છેતરપિંડી કરીને ઇલેક્ટ્રિક વાહનોની એજન્સી(agency of electric vehicles) આપવાની લોભામણી જાહેરાતો આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ફરિયાદ જુનાગઢ સાઈબર સેલમાં(junagadh cyber cell) થતા પોલીસે ઓનલાઇન છેતરપિંડીની(complaint cyber crime) ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢના કેશોદના વેપારીએ ઈ-બાઇકની એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી
જુનાગઢના કેશોદના વેપારીએ ઈ-બાઇકની એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી

By

Published : Nov 24, 2021, 7:53 AM IST

  • ઓનલાઇન છેતરપિંડી કરતા ગિરોહ ફરી થયા સક્રિય
  • કેશોદના એક વેપારી પાસેથી કરવામાં આવી 30 લાખ કરતા વધુની છેતરપિંડી
  • જૂનાગઢ રેન્જ સાયબર સેલ દ્વારા છેતરપિંડીમાં નહીં ફસાવવાની એડવાઇઝરી કરી જાહેર

જૂનાગઢઃ ઇ-બાઇકનું ચલણ(e-bike currency india) અને તેના વહેચાણને લઈને બજારમાં ખૂબ ચર્ચાઓ જોવા મળી રહી છે. સતત વધી રહેલા પેટ્રોલના ભાવોને કારણે લોકો e-bike એટલે કે ઇલેક્ટ્રિક સંચાલિત બાઈકની ખરીદી તરફ ઉત્સાહ દેખાડી રહ્યા છે. ત્યારે આવી ઈ બાઇકની ખરીદ એજન્સીઓ આપવા માટેની ઓનલાઇન જાહેરાતો પણ આવી રહી છે. આ સમયનો લાભ લઈને ઓનલાઈન છેતરપિંડી(complaint cyber crime) કરતાં ગીરોહ ફરી એક વખત સક્રીય થયા છે. અને લોકોને છેતરવાની ઓનલાઈન જાળ બિછાવીને તેમાં લોકોને ફસાવવાનો કારસો શરૂ કરી દીધો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદની એક વેપારી પેઢીએ આ જ પ્રકારની ઓનલાઈન જાહેરાત મારફતે ઈ બાઈક માટેની એજન્સી(agency of electric vehicles) મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી છે. જેની ફરિયાદ જૂનાગઢ રેન્જ સાયબર સેલમાં(junagadh cyber cell) થતા પોલીસે તપાસ કરી છે.

જુનાગઢ રેન્જ સાયબર સેલ દ્વારા છેતરપિંડી ને લઈને એડવાઇઝરી જાહેર કરી

જુનાગઢ રેજ સાયબર સેલ (junagadh range cyber crime) દ્વારા ઓનલાઇન થતી છેતરપિંડીને લઈને વધુ એક વખત એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ઓનલાઇન ઈ બાઈકની એજન્સી આપવા માટેની કેટલીક બોગસ વેબસાઈટો પણ પ્રસિદ્ધ કરી છે. સાઇબર સેલે એડવાઇઝરીમા સ્પષ્ટ જણાવ્યું છે કે, આ પ્રકારની ઓનલાઈન વેબસાઈટ બોગસ અને લોકોને છેતરવા માટેની છે માટે કોઇ પણ વેપારી પેઢી કે વ્યક્તિએ ઈ બાઇકની એજન્સી મેળવવા માટે વેબસાઈટ પર કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે તેમનો કોઈ પણ ડાટા આપવો નહીં. સલાહ અને સુચનો જાહેર કર્યા છે તેમ છતા જૂનાગઢ જિલ્લાના કેશોદની એક વેપારી પેઢીએ પ્રકારની બોગસ વેબ સાઈડમાં ઈ બાઈક એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી દીધી છે.

સાયબર સેલ PI રામ વાજાનું નિવેદન...

સમગ્ર મામલાને લઈને રેજ સાયબર સેલ પોલીસ મથકના PI રામ વાજાએ જણાવ્યું હતું કે, કેશોદની એક પાર્ટીએ ઓનલાઇન ઈ બાઈક મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની માતબર રકમ ગુમાવી દીધાની પોલીસ ફરિયાદ(junagadh cyber cell) નોંધવામાં આવી છે. જેને લઇને સાયબર સેલ દ્વારા પણ પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રેજ સાયબર સેલ પોલીસ દ્વારા સતત વધી રહેલા સાયબર ક્રાઈમને(Cyber ​​Crime 2021) લઈને સતત એડવાઇઝરી અને દિશા નિર્દેશો જાહેર કરવામાં આવે છે. તેમ છતાં વેપારી પેઢીઓ અને લોકો આંધળો વિશ્વાસ કરીને ઓનલાઇન ખરીદી કરીને પોતાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવક સૂઈ રહેલી યુવતી પર એસિડ ફેંકીને ફરાર

આ પણ વાંચોઃ 'અતરંગી રે'નો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ અક્ષય, ધનુષ અને સારાની સ્ટાઈલ

ABOUT THE AUTHOR

...view details